Gujarat

પ્રદૂષણની પરાકાષ્ઠા/ સુરતમાં વાયુ અને અવાજ પ્રદૂષણ સામે પગલાં ભરવામાં તંત્ર ઉદાસીન શા માટે?

મોર્નિંગ ન્યુઝ ફોક્સ,સુરત : સુરત જેવા મહાનગરો સહિત સમગ્ર ગુજરાતમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનાર ચાલકો સામે કડક પગલાં ભરવામાં આવતા હોય છે, જેના ભાગરૂપે હેલમેટ ન પહેરનાર, લાયસન્સ વિના ગાડી ચલાવનાર, તેમ જ સીટબેલ્ટ ના બાંધનાર ચાલોકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કડક પગલાં ભરાય છે અને દંડની પાવતી પણ ફટકારવામાં આવતી હોય છે. પરંતુ આ બધાની વચ્ચે ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોના ધુમાડા અને ઉંચા અવાજ વાળા હોર્ન દ્રારા વાયુ અને ધ્વનિ પ્રદૂષણ કરતા વાહનો સામે લાલો કરવામાં તંત્ર પાંગળું પુરવાર થઈ રહ્યું છે.

સુરત જેવા સતત વિકસતા શહેરમાં હેલમેટ ન પહેરનાર અને લાયસન્સ વિના ગાડી ચલાવનાર ચાલકો સામે પોલીસ સતત લાલઆંખ કરી રહી છે. જેમાં નિયમનું ઉલ્લંઘન કરનાર ચાલક પાસેથી દંડ વસુલવામાં આવતો હોય છે પણ ઘણી વખત આ દંડ ખાનગી રાહે પાવતી આપ્યા વિના પણ વસૂલી ખિસ્સામાં મૂકવામાં આવતો હોવાના આ વીડિયો પણ અનેકવાર સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા છે. જોકે સુરતમાં ટ્રાફિક નિયમન કરવામાં ટ્રાફિક પોલીસને જેટલો રસ નથી એટલો રસ ચાલકો પાસેથી પૈસા પડાવવા માં છે એ નિર્વિવાદત સત્ય છે. કારણ કે ઘણી વખત જાહેર રસ્તા ઉપર ટ્રાફિક ચક્કાજામ થતું હોવા છતાં પણ પોલીસ માત્રને માત્ર મેમા ફાળવામાં જ વ્યસ્ત દેખાતી જણાય છે જે દર્શાવે છે કે ટ્રાફિક પોલીસને ટ્રાફિક નિયમન કરતા મેમા ફાળવામાં વધારે રસ હશે.

ત્યારે હવે સતત વિકસી રહેલ સુરત શહેરમાં દિવસે દિવસે વાયુ પ્રદૂષણ ફેલાવતા વાહનોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે એટલું જ નહીં જુદાજુદા વધારે ડેસીબલ વાળા હોર્ન થી ધ્વનિ પદૂષણ પણ વધી રહ્યું છે. એવા કેટલાય વાહનચાલકો હોય છે કે જેમના વાહનોની હોર્ન ની ડેસીબલ માત્રા નિયત માત્રા કરતાં અતિશય ઉંચી હોય છે જેને પરિણામે આ ધ્વનિ પ્રદૂષણ થી લોકોમાં બહેરાશ પણ આવી શકે છે એવું વિજ્ઞાને પણ પુરવાર કર્યું છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે ટ્રાફિક નિયમન ના નામે મેમા પાડનાર સુરત પોલીસને વાયુ પ્રદુષણ અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહન ચાલકો સામે લાલ આંખ કરવા નો સમય ક્યારે મળશે? કે પછી માત્ર અને માત્ર ખિસ્સા ગરમ કરવામાં જ રહેશે?