Editorial Gujarat Politics

PM મોદી ની હાજરીમાં આ દિગજજ પાટીદાર નેતા ધારણ કરી શકે છે ભાજ્પ નો કેસરિયો

મો.ન્યુ.ફો.નેટવર્ક :  2019ની લોકસભાની ચૂંટણી ઓ પૂર્વે ગુજરાતના રાજકારણ માં ત્રણ મોટી ઘટનાઓ બની છે,જેમાં કુંવરજી બાવળીયા અને મહેન્દ્ર સિંહ વાઘેલા ભાજ્પ માં જોડાઇ ગયા અને પાટીદારોની સૌથી મોટી સંસ્થા ખોડલધામ ના પ્રમુખ પદે થી પરેશ ગજેરાએ આપ્યું રાજીનામું.

ત્યારે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ તરીકે પરેશ ગજેરાના રાજીનામું કેમ આપ્યું તેની અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. પરેશ ગજેરા ગત વિધાનસભાની ચૂંટણી વખતથી ભાજપ તરફે ઢળ્યાં હતા અને આગામી દિવસોમાં પરેશ ગજેરા નરેન્દ્ર મોદીની હાજરીમાં ભાજપનો કેસરિયો ધારણ કરે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

કુંવરજી અને મહેન્દ્ર સિંહ બાદ ભાજ્પ ની નજર પરેશ ગજેરા પર ઠરી હોય તેવું રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે અને એવી પણ ચર્ચાઓ પણ ચાલી રહી છે કે પરેશ ગજેરાનો ગઢ ગણાંતા એવી અમરેલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.આગામી તા.20ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ ખાતે સિવિલ હોસ્પિટલના ઉદ્ધાટન પ્રસંગે આવી રહ્યા છે ત્યારે પરેશ ગજેરા વડાપ્રધાનની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કરે તેવી જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે.

કારણ કે પરેશ ગજેરા ગુજરાતના બિલ્ડર એસોસિએશનના પ્રમુખ ઉપરાંત ખોડલધામના પ્રમુખ રહી ચૂક્યા હોય ભાજપ યુવા પાટીદાર તરીકે ગજેરાને આગામી ચૂંટણીમાં આગળ કરશે તેવું પણ રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે. પરેશ ગજેરા ભાજપમાં જોડાશે તો તેમને અમરેલીથી ચૂંટણી લડાવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.