Editorial National Politics

2019ની લોકસભા ચૂંટણીને લઈ થયેલ ખાનગી સર્વેમાં ભાજ્પ-કૉંગ્રેસ માટે ‘કહી ખુશી કહી ગમ’ જેવા ચોંકાવનારા પરિણામો

મો.ન્યુ.ફો.નેટવર્ક : 2019માં યોજાનારી લોકસભા ની ચૂંટણી ને લઈ ભાજપ અને કૉંગ્રેસ સહિત ની બધી જ રાજકીય પાર્ટીઓ તૈયારીઓમાં લાગી ગઈ છે. લોકસભા ચૂંટણીમાં એકબાજુ ભાજપ પૂર્ણ બહુમતી મેળવવાની યોજના ઘડી રહ્યું છે. તો બીજીબાજુ કૉંગ્રેસ સહિતના બાકીના પક્ષો મહા ગઠબંધન રચી લોકસભા ચૂંટણી 2019 મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને હરાવવા માટે મેદાને પડ્યા છે,ત્યારે ઍક ખાનગી સંસ્થા દ્વારા કરાયેલા સર્વે મુજબ ભાજપ આ વખતે 2019ની ચૂંટણીમાં એકલા પોતાના દમ પર બહુમતી પ્રાપ્ત કરી શકશે નહીં. તેની સાથે જ સર્વેમાં ત્રિશંકુ લોકસભા બનવાની શકયતા દેખાય રહી છે.

ખાનગી સર્વે મુજબ, જો અત્યારે લોકસભા ચૂંટણી થાય તો એનડીએને 281 સીટો અને યુપીએ ને 122 સીટો મળી શકે છે. ત્યાં ભાજપને અંદાજે 80 સીટોનું નુકસાન થઇ શકે છે અને કૉંગ્રેસ 83 સીટો પર કબ્જો જમાવી શકે છે. બીજીબાજુ જો આવતા 10 મહિના બાદ એટલે કે 2019મા લોકસભા ચૂંટણી થશે તો સર્વે પ્રમાણે એનડીએને 255 સીટો અને યુપીએને 242 સીટો મળી શકે છે. એટલે કે અન્યના હિસ્સામાં 46 સીટો મળી શકે છે. જ્યારે ભાજપને 196 સીટો અને કૉંગ્રેસને 97 સીટો મળી શકે છે. આ સિવાય જો વોટ શેરિંગ ટકાને લઇ વાત કરીએ તો, જો અત્યારે ચૂંટણી થાય તો એનડીએ 36 ટકા વોટ શેરિંગ પ્રાપ્ત કરી શકે છે. યુપીએના હિસ્સામાં 31 ટકા અને અન્યના હિસ્સામાં 33 ટકા વોટ શેર જતા દેખાઇ રહ્યાં છે.

કાર્વી ઇનસાઇટ્સના મતે વડાપ્રધાન પદ માટે લોકોનો ઓપિનિયન લેવામાં આવ્યો. 49 ટકા લોકોની પહેલી પસંદ નરેન્દ્ર મોદી છે, તો બીજીબાજુ 27 ટકા લોકોની પહેલી પસંદ રાહુલ ગાંધી છે. પીએમ પદ માટે મોદી શ્રેષ્ઠ વિકલ્પને લઇ પણ સર્વે કરાયો, જેમાં 46 ટકા લોકો રાહુલ ગાંધીને મોદીનો શ્રેષ્ઠ વિકલ્પ માને છે તો 8 ટકા લોકો મમતા બેનર્જી અને 4 ટકા લોકો અખિલેશ યાદવને. આપને જણાવી દઇએ કે આ સર્વેના મતે આ વખતે કોઇપણ પાર્ટીને બહુમતી મળતી દેખાઇ રહી નથી.અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના ચૂંટણી ઇતિહાસમાં ત્રીસ વર્ષ પછી 2014મા પહેલી વાર ભાજ્પની બહુમતીની સરકાર બની હતી.