Editorial Gujarat Politics Religious News

ગુજરાતમાં પહેલીવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા માં ઈઝરાઈલની સુરક્ષા ટેકનીકનો કરાશે ઉપયોગ

મો.ન્યુ.ફો.નેટવર્ક : ગુજરાતના CM વિજય રૂપાણીએ ઇઝરાયલના પ્રવાસ દરમ્યાન ઇઝરાયલની સિક્યુરિટી સિસ્ટમની પણ સમીક્ષા કરી હતી.જેમાં હિલીયમ બલૂનનો ઉપયોગ પણ તેમની નજરે ચઢ્યો હતો.તેઓ આ વખતની રથયાત્રામાં આ હિલીયમ બલૂનનો ઉપયોગ રથયાત્રામાં કરશે તેવી અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.ગુજરાતની રથયાત્રામાં પહેલી વખત હિલીયમ બલૂન દ્વારા સર્વેલન્સ કરાવનો નવો અભિગમ અપનાવમાં આવ્યો છે. જેની સુરક્ષા અને મોનિટરિંગની જવાબદારી અમદાવાદ ક્રાઇમબ્રાંચના શીરે સોંપવામાં આવશે.

આગામી141મી રથયાત્રામાં આ વખતે ઉપયોગ મા લેવાનાર આ ઇઝરાયલ નો હિલીયમ બલૂન 1500 ફુટની ઉંચાઇએ જશે અને તેનાથી પાંચ કીમી સુધીનું સર્વેલન્સ થઇ શકશે. આ બલૂનમાં હાઇ રિઝોલ્યુશન કેમેરા ફીટ કરવામાં આવશે જેમાંથી ખુબ જ સ્પસ્ટ ચિત્ર મળી શકે છે. આના માટે ખાસ મોનિટરિંગ સ્થળ ઉભુ કરવામાં આવશે, જેના દ્વારા તે રથયાત્રાના માર્ગમાં થતી તમામ ગતિવિધિનુ મોનિટરિંગ કરશે. આ મોનિટરિંગ સિસ્ટમ પર એનએસજી અને અમદાવાદ ક્રાઇમબ્રાંચના નિષ્ણાંતો ધ્યાન રાખશે. આ બલૂન 72 કલાક સુધી કાર્યરત થઇ શકે છે જ્યારે તેમાં નાઇટ વિઝન કેમેરા પણ લગાવવામાં આવે તો તે રાતે પણ કામ કરી શકે છે.

આ હિલીયમ બલૂન શહેરના રથયાત્રાના માર્ગમાં આવતા અત્યંત સંવેદનશીલ વિસ્તારોમાં રાખવાનો ક્રાઇમ બ્રાંચે પ્લાન કર્યો છે. જેમાં દરિયાપુર અને શાહપુર વિસ્તારમાં આ હિલીયમ બલૂન રાખવામાં આવશે. તેવુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસેથી જાણવા મળ્યુ છે. આ વખતની રથયાત્રામાં એનએસજીની ટીમ પણ ખાસ જગ્યાએ તૈનાત રાખવામાં આવશે.