Editorial Gujarat Politics

2019 માં PM મોદીના હોમ ટાઉન ગુજરાતમાં ભાજ્પે 26 બેઠકો મેળવવા શુ ઘડી છે રણનીતિ ? જાણો અહેવાલ

મો.ન્યુ.ફો.નેટવર્ક : 2014માં લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં  26 બેઠકો જીતી લીધી હતી, જેને લઈ ભાજ્પ ના આત્મ વિશ્વાસમાં ખાસ્સો વધારો થયો હતો, પણ 2017માં પાટીદાર આંદોલન,ખેડૂત આંદોલન,વગેરે પરિબળો ને લીધે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કેટલીક બેઠકો પર પછડાટ પણ ખાધી હતી જેને લઈ ને હવે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજ્પ બેકફૂટ પર આવી શકે છે એવી દહેશત અંદરખાને ભાજ્પ ના નેતાઓ વ્યકત કરી રહયા છે. જેને લઈને ભાજપ હવે 2014 અને 2017ના મતદાનને ચકાસશે. અને બંને વચ્ચે શું તફાવત રહ્યો અને કયો સમાજ કયા કારણથી નારાજ થયો તેનો ક્યાસ મેળવશે. મહત્વનું છે કે ભાજપે એવા તમામ મુદ્દા પર ફોકસ કરીને તેને હલ કરવા માટે જ સ્ટડી અને કો-ઓર્ડિનેશન કમિટી બનાવી છે. 2019 માં પણ 26 બેઠકો પર જીત મેળવવી એ ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ એટલા માટે છે કે ગુજરાત PM  મોદીનું હોમ સ્ટેટ છે.

ઍક અનુમાન મુજબ, લોકસભાની ચૂંટણી જો વહેલી થાય તો ભાજપ ગુજરાતમાં 16થી 18 બેઠકો જીતી શકે તેવું અનુમાન છે ત્યારે ભાજપે જિલ્લા અને બુથ સ્તરેથી સર્વેની કામગીરી કરાવી લીધી છે. ગ્રાઉન્ડ લેવલે કરાયેલા સર્વેના સરવૈયાની ચર્ચા કરવા માટે ગાંધીનગરમાં કમલમમાં ખાસ બેઠક મળી હતી. જેમાં કઈ વિધાનસભા બેઠકમાં ક્યાં અને શું ખામી છે તેને લઇને ચર્ચા થઈ. અને બાદમાં માઇક્રો લેવલનું પ્લાનિંગ કરીને જીતની રણનિતિ ઘડવામાં આવી છે.

આ ઉપરાંત,હવે પાર્ટીએ ત્રિસ્તરીય સર્વે જિલ્લા પ્રમુખોના માધ્યમથી વિધાનસભા વાઇસ અને બુથ વાઇસ કરાવી લીધા છે. જેમાં લોકસભા બેઠકો પ્રમાણે ત્રણ શ્રેણીમાં વિભાજીત કરાયા છે. 16 બેઠકો ભાજપ માટે ગ્રીન બેલ્ટ છે. જે એ-ગ્રેડમાં આવી છે. એ-ગ્રેડમાં ખેડા, સાબરકાંઠા, ગાંધીનગર,  અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, રાજકોટ, પોરબંદર જામનગર ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, બારડોલી નવસારી અને છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે. આ બેઠકો ભાજપ સીધી રીતે જિતી શકે છે.

વળી, બી કેટેગેરી એટલે કે ઓરેન્જ બેલ્ટમાં 4 બેઠકો છે. જેમાં બનાસકાંઠા, જૂનાગઢ, પંચમહાલ, અને મહેસાણા છે. આ બેઠકો પર પક્ષે થોડી મેહનત કરવાની જરૂર છે. તો સી-ગ્રેડ એટલે કે રેડ બેલ્ટમાં 6 બેઠકો છે. આ છ બેઠકોમાં અમરેલી, પાટણ, સુરેન્દ્રનગર, કચ્છ, ભરુચ અને વલસાડ છે. જ્યાં પક્ષે ખૂબ મહેનતની જરૂર રહેવાની છે. લોકસભા અધ્યયન સંકલન સમિતિની બેઠકમાં નક્કી કરાયું છે કે હવે લોકસભા પ્રમાણે સમિતિ બનશે. જે 1થી 15  ઓગસ્ટ સુધી જે-તે વિસ્તારમાં જશે. અને રણનીતિ મુજબ બૂથ મજબૂત કરશે.અને જીત માટે માહોલ બનાવશે.