Lifestyle National

મોબાઇલમાં અશ્લીલ ફોટો કે વિડીયો રાખવા ગુન્હો બને કે નહીં ? જાણો હાઇકોર્ટ નો મહત્વનો ચુકાદો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : કેરળમાં 2008માં પોલીસે કોલ્લમમાં રોજીંદા ચેકિંગ દરમિયાન બસમાં બે વ્યક્તિઓ શંકાસ્પદ લાગતા તેમની બેગ ચેક કરી હતી જેમાંથી બે કેમેરા મળ્યા હતા જે પૈકી એકમાં અશ્લિલ તસવીર અને વીડિયો હતા. જે બાદ બંને વિરુદ્ઘ ગુનો નોંધવામાં આવ્યો હતો.કેરળ હાઈકોર્ટે એક વ્યક્તિ અને મહિલા વિરુદ્ધ નોંધવામાં આવેલ અશ્લિલ તસવીર અંગેની ફરિયાદમાં કેસને રદ કરવા માટે કરવામાં આવેલ અરજીની સુનાવણી દરમિયાન મહત્વનો ચૂકાદો આપ્યો હતો.

કેરળ હાઈકોર્ટે પોતાના એક આદેશમાં કહ્યું કે કોઈ વ્યક્તિ પોતાની પાસે અશ્લિલ તસવીરો ફક્ત રાખી મુકે તો તે દંડપાત્ર ગુનો નથી. કોર્ટે એક વ્યક્તિ અને એક મહિલા વિરુદ્ધ ફોજદારી કેસને રદ કરતા આ ટિપ્પણી કરી છે. જોકે કોર્ટે આ સાથે સ્પષ્ટતા કરી હતી કે આવી તસવીરો કોઈને મોકલવી અથવા તેનું પ્રકાશન કરવું દંડપાત્ર ગુનો બને છે.

ન્યાયાધીશ રાજા વિજયવર્ગીય દ્વારા એક કેસની સુનાવણી દરમિયાન કહેવામાં આવ્યું કે, ‘જો કોઈ વયસ્ક વ્યક્તિ પોતાની કોઈ તસવીર જે અશ્લીલ હોય તે પોતાની પાસે રાખે છે તો તેના પર 1968ના કાયદાની કલમ 60 અંર્તગત ત્યાં સુધી કોઈ કાર્યવાહી ન થઈ શકે જ્યાં સુધી તે તસવીરોને કોઈ અન્ય ઉદ્દેશ્ય સાથે જાહેર કરવામાં અથવા છાપવામાં કે પછી વહેંચણી કરવામાં ન આવી હોય.’