Exclusive : આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના નામે વધુ એક વિવાદ : વિરોધીઓની ચાલ કે ભાજપના જ કોઈ નેતાનો હાથ ?

0
1267

મૂંઝવતો સવાલ : શું ખરેખર આરોગ્યમંત્રી કુમાર કાનાણીને વિવાદોમાં ઢશેડી તેમનું મંત્રીપદ જોખમમાં મુકવાનો કોઈ નો બદ ઇરાદો છે કે શું ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : સુરતના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી અવારનવાર વિવાદોમાં ફસાયા કરે છે, ત્યારે કુમાર કાનાણીને લઈને વધુ એક વિવાદ બહાર આવ્યો છે. જેમાં કાનાણી ના નામે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ ફરતી થઈ હતી જેમાં દરેક સોસાયટીના પ્રમુખ અને અને રહીશોને સ્વયંભૂ lockdown કરવા માટે આહવાહન કર્યું હોવાનો એક મેસેજ વાયરલ થયો હતો. જોકે આ મેસેજ કુમાર કાનાણીના નામે ફરતો થયો હતો પરંતુ કુમાર કાનાણીએ આ બાબતે સ્પષ્ટતા કરી હતી કે મારા નામે વહેતો થયેલો મેસેજ તદ્દન ખોટો અને વાહિયાત છે.

આરોગ્યમંત્રી કુમાર કાનાણીને વિવાદોમાં ધસેડનાર વ્યક્તિ સુધી કેમ તપાસ પહોંચતી નથી ? 

ગુજરાત સહિત સમગ્ર દેશમાં જ્યારે અનલોક ની પ્રક્રિયા ચાલુ છે ત્યારે સુરતની સોસાયટીઓમાં પુનઃ લોકડાઉન કરવાના મેસેજ જે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના નામે ફરતા થયા હતા તેને લઈને ક્યાંકને ક્યાંક કાનાણી ને વિવાદમાં ફસાવવાનો પ્રયત્ન થયો હોય તેવા સ્પષ્ટ ઉદ્દેશ સાથે આ મેસેજ ફરતો થયો હતો.

શા માટે કાનાણીને વિવાદોમાં ધસેડનાર વ્યક્તિ સુધી પહોંચવાની તપાસનું પીલ્લુ વાળી દેવામાં આવે છે?

જોકે અગાઉ પણ કુમાર કાનાણી તેમના પુત્રને લઈને વિવાદમાં ફસાયા હતા ત્યારે સવાલ એ ચર્ચાઈ રહ્યો છે કે આખરે આરોગ્યમંત્રી કુમાર કાનાણીને વિવાદમાં ફસાવવા કોણ માગે છે? સુરતમાં ચાલી રહેલું આ રાજકીય શીતયુદ્ધ કોના ઇશારે થઇ રહ્યું છે ? શું કુમાર કાનાણી નું મંત્રીપદ જોખમમાં મુકવા માટે તેમને વિવાદોમાં ધસેડવામાં આવી રહ્યા છે? શું કુમાર કાનાણીને વિવાદમાં ખસેડવા પાછળ ભાજપના જ કોઇ નેતા નો હાથ છે કે વિરોધીઓની ચાલ ? એવી અનેક અટકળો ને લઈને સમગ્ર કિસ્સો સુરતમાં ‘ટોક ઓફ ધી ટાઉન’ બન્યો છે.