ઊંઝા તાલુકામાં jio યુઝર્સને છેતરાયાનો અહેસાસ, નેટવર્ક બરાબર ના મળતાં પરેશાન

0
8

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : હાલમાં lockdown ને પગલે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે ખાસ કરીને લોકો પોતાના આજુબાજુ તેમજ દેશ-વિદેશમાં બનતી ઘટનાઓ સોશિયલ મીડિયા દ્વારા જાણવાનો પ્રયત્ન કરતા હોય છે તો વળી હાલમાં શાળા-કોલેજો બંધ હોઇ એજ્યુકેશન પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આપવામાં આવી રહ્યું છે ત્યારે જે લોકો જીઓ ના ગ્રાહકો છે તેઓ માટે jio નેટવર્ક ને લઈને સમસ્યા સર્જાઈ છે જેથી jio users ક્યાંકને ક્યાંક મોટી મુશ્કેલી અનુભવી રહ્યા છે

મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના કેટલાક ગામડાઓમાં jio નેટવર્ક ની ભારે સમસ્યા સર્જાતા ગ્રાહકો પરેશાની અનુભવી રહ્યા છે. ઊંઝા તાલુકાના જગનાથપુરા ગામમાં jio નેટવર્ક બરાબર ન મળવાને કારણે આ ગામના યુવાનો સહિતના જીઓ યુઝર પરેશાની અનુભવી રહ્યા છે. જોકે આ અંગે કંપની કસ્ટમર કેરમાં ફોન કરીને નેટવર્કની સમસ્યા અંગે જણાવવામાં આવ્યું હતું ત્યારે કસ્ટમર કેર દ્વારા એવી ખાતરી આપવામાં આવી હતી કે સાત કલાકમાં આ પ્રોબ્લેમ સોલ્વ કરી દેવામાં આવશે પરંતુ હજુ સુધી આ પ્રોબ્લેમ સોલ થયો નથી જેથી જીઓ યુઝર્સમાં નારાજગી જોવા મળી રહી છે.

ગામમાં અગાઉ જીયો નો ટાવર ઊભો કરવામાં આવ્યો હતો પરંતુ હાલમાં જીયો નો ટાવર કાર્યરત ન હોવાનું માલુમ પડયું છે.ગામમાં મોટાભાગના યુવાનો jio નેટવર્કનો ઉપયોગ કરે છે ત્યારે હવે jio નેટવર્ક બરાબર ન મળતાં ક્યાંકને ક્યાંક ગ્રાહકો છેતરાય હોવાનો અનુભવ કરી રહ્યા છે ત્યારે જીઓ કંપની દ્વારા ગ્રાહકોને થતી પરેશાનીની અંગે હજુ સુધી શા માટે બેદરકારી દાખવવામાં આવી રહી છે? હાલમાં lockdown ને કારણે લોકો વધુમાં વધુ જીઓ ઇન્ટરનેટ વાપરતા થયા છે.કંપની પર આટલો ભરોસો મૂકવા છતાં જ્યારે કંપની દ્વારા તેના ગ્રાહકને પૂરતી સર્વિસ ના આપવામાં આવે ત્યારે ગ્રાહકને છેતરાયા નો એહસાસ થાય તે સ્વાભાવિક છે.