Gujarat

જૂનાગઢમાં પોલીસનો પત્રકાર પર હુમલો, ગૃહમંત્રી પ્રદીપસિંહે હુમલા અંગે શુ કહ્યુ? જુઓ સમગ્ર વિડીયો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ પોલીસે ઘટના સ્થળે રહેલા મીડિયા કર્મીઓ પર હુમલો કર્યો હતો. પોલીસે ઘટના સ્થળ પર એક મીડિયા કર્મીને લાફો ઝીંકી દીધો હતો. પોલીસની આ કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા હતા. પોલીસે મીડિયા પર લાઠી ચાર્જ પણ કર્યો હતો.

મળતી માહીતી મુજબ,  જૂનાગઢ એ.ડિવિઝનના પી. આઈ.વાળાએ મીડિયા કર્મીને લાફાં ઝીંકી અને લાઠીચાર્જ કર્યો હતો. આ તમામ ઘટનાક્રમ બાદ જૂનાગઢના પોલીસ અધિક્ષક સૌરભ સિંઘે પોલીસ ઇન્સ્પેકટરે હુમલો કર્યો હોવાની ઘટનાને નકારી દીધી હતી.

મીડિયા પર હુમલાની ઘટના બાદ રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે જૂનાગઢમાં મીડિયા પર હુમલાની ઘટનાની મને જાણ નથી હું પહેલાં એસ.પી. સાથે વાતચીત કરીશ પછી કાર્યવાહી કરીશ. જ્યારે જૂનાગઢના ડી.વાય. એસ.પી. એચ.એસ. રત્નુંએ જણાવ્યું હતું કે મીડિયા પર હુમલો કરનાર પી.એસ.આઈ. અને કૉન્સ્ટેબલ પર કાર્યવાહી થશે.