Gujarat Humanity Lifestyle Politics

જૂનાગઢમાં પત્રકાર ઉપર થયેલ હુમલાના ઘેરા પ્રત્યાઘાત, સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર વિરોધ અને ચક્કા જામ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : રવિવારે જૂનાગઢમાં પત્રકારો પર થયેલા અત્યાચાર નાપડ ગા સમગ્ર રાજ્યમાં પડ્યા છે જેને લઇને સરકારના અતુલ મિજાજી અધિકારીઓનો ભારે વિરોધ થઇ રહ્યો છે જોકે વિવિધ સંગઠનોએ પત્રકાર પર થયેલા હુમલાને વખોડી કાઢ્યો છે. આ ઉપરાંત રાજ્યભરમાં દલિતો પર થઈ રહેલા અત્યાચાર મામલે રાજકોટમાં ભીમસેના રસ્તા પર ઉતરી આવી હતી અને વિરોધ કર્યો હતો. ભીમસેનાના કાર્યકર્તાઓએ સિવિલ હોસ્પિટલ ચોકમાં રસ્તા પર સૂઈ જઈ ચક્કાજામ કર્યો હતો. જેને લઈને રસ્તા પર ટ્રાફિકજામ સર્જાયો હતો. ભીમસેનાના કાર્યકરોએ ‘દલિતો પર અત્યાચાર બંધ કરો’ અને ‘પત્રકાર પર અત્યાચાર બંધ કરો’ના નારા લગાવ્યા હતા.

આ સાથે જ 150 ફૂટ રિંગરોડ પર શહેરના નાગરિકોએ કાળી પટ્ટી અને કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો છે. મીડિયાકર્મી પર થયેલા હુમલા અંગે શિવસેના અને સત્યમેવ જયતે ગ્રુપે કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી છે.બીજી તરફ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને કોંગ્રેસ આગેવાનોએ ગૃહ સચિવને પત્ર પાઠવી લેખિતમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કોંગ્રેસે જણાવ્યું છે કે રવિવારે પત્રકારો પર થયેલા હુમલા મામલે સરકાર તટસ્થ તપાસ કરાવે અને પોલીસના જવાનો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. જો યોગ્ય નિર્ણય નહી આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા જલદ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

 

કોંગ્રેસે પોતાની યાદીમાં આકરા શબ્દોથી પ્રહાર કર્યા હતાં. કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે પ્રહાર કરતા કહ્યું કે પોલીસ ગુંડારાજ ચલાવી રહી છે અને પત્રકારો ઉપર બેફામ દમન કરી છે. સરકારની ચાપલુસી કરતા વર્દીધારી ગુંડાઓ બેલગામ બન્યા છે અને લોકશાહીનું સરેઆમ ચીરહરણ કરી રહ્યાં છે. જોકે સરકારે આ મામલે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી કે આ મામલે આગળ કોઈ પ્રક્રિયા હાથ ધરી હોય તેવું સત્તાવાર સૂત્રો તરફથી જાણવા મળી નથી. પરંતુ જૂનાગઢમાં પત્રકાર પર થયેલા હુમલાને લઇને ગુજરાતના મીડિયા કર્મીઓ માં ભારે આક્રોશ છે.