Accident National

અકસ્માત/ બસ ખીણમાં ખાબકતા 12 નાં મોત, 30 થી વધું ઘાયલ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ગઇ કાલે શનિવારે સાંજે હિમાચલ પ્રદેશના પઠાણકોટ-ડેલહાઉસી રોડ પર એક ખાનગી બસ ખીણમાં ખાબકતાં 12 લોકોના મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટના પાછળનું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું. ડેલહાઉસીના ડીએસપીના નેતૃત્વમાં પોલીસની ટીમ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે. અંધારુ હોવાના કારણે રાહત અને બચાવકાર્યમાં પણ મુશ્કેલી નડી રહી છે.

ચંબા જિલ્લાના એસપી ડો. મોનિકાએ જણાવ્યું કે,’પઠાણકોટ-ડેલહાઉસી રુટ પર એક ખાનગી બસ ઊંડી ખીણમાં પડી હતી. આ દુર્ઘટના બાનીખેત પાસે પંચકુલામાં થઈ હતી. આ દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે.’ ડેલહાઉસીના ડીએસપીના નેતૃત્વમાં પોલીસની ટીમ આ દુર્ઘટનાના કારણો વિશે તપાસ કરી રહી છે. દુર્ઘટના પછી સ્થાનીકોએ પણ રાહત અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું અને પોલીસને સૂચના આપી હતી. આ દુર્ઘટનામા 25-30 લોકોના ઈજાગ્રસ્ત હોવાની પણ ખબર છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.