Editorial Gujarat Politics Trending

ખોડલધામ ‘ નરેશ ‘ બોલ્યા, ” હાર્દિક છે તો બધુ જ છે “.

મો.ન્યુ.ફો.નેટવર્ક : હાર્દિક પટેલના ઉપવાસનો આજે 14મો દિવસ છે. ત્યારે હાર્દિક ના બગડતા સ્વાસ્થ્ય ની ચિંતા કરીને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ હાર્દિક ને મળવા આવ્યા હતાં,ત્યાર બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ પણ કરી જેમા તેમણે ઍક એવી વાત કહી,જે રૂપાણી સરકાર માટે વ્રજઘાત સમાન બની શકે છે,ખોડલધામ ” નરેશે ” કહ્યુ કે ‘ હાર્દિક છે તો બધુ જ છે ‘ નરેશ પટેલ ના આ વાક્ય નો મર્મ સમજવામાં કદાચ રૂપાણી સરકાર અસમર્થ સાબીત થઈ શકે છે.

નરેશ પટેલે પોતાની ગૂઢ વાણી માં જણાવ્યું કે હાર્દિક છે તો બધુ જ છે. અર્થાત નરેશ પટેલ પણ હાર્દિક ની માગણીઓ ને યોગ્ય ગણાવી છે, કદાચ તેમના મતે હાર્દિક પાટીદાર સમાજનો હીરો છે,અને એટલાં માટે જ કદાચ તેમણે હાર્દિક ના સ્વાસ્થ્ય ની ચિંતા કરી સામેથી સરકાર અને હાર્દિક વચ્ચે મધ્યસ્થી બનવાનું નક્કી કર્યું હશે.બીજુ કે નરેશ પટેલ ને એ પણ વિશ્વાસ જ હોય કે હાર્દિક તેમની વાત ને નજર અંદાજ નહીં જ કરે.

આજે નરેશ પટેલ દ્રારા પ્રેસ કોન્ફરન્સ મા ઍમ પણ કહેવામાં આવ્યુ કે સરકારે હાર્દિક ની હજુ સુધી કોઈ ચિંતા કરી નથી.પણ મારી સરકાર ને વિનંતિ છે કે જલદી થી આ યુવાનની માંગણીઓ નો ઉકેલ લાવવો જોઈએ.હાર્દીકે પણ નરેશ પટેલ ની લાગણીઓ નું સન્માન કર્યું હતુ અને ખાતરી આપી હતી કે તે ખૂબ જ ઝડપથી પારણાં માટે નરેશ પટેલ ને જણાવશે.

About the author

Editor