Editorial Gujarat Politics

આમરણાંત ઉપવાસ સમયે પારણાં કરાવનાર ખોડલધામ ‘ નરેશ ‘ હાર્દિક પટેલથી છે નારાજ ?

મો.ન્યુ.ફો.નેટવર્ક : જસદણના આટકોટ ગામે હાર્દિક પટેલ ફેન ક્લબ દ્વારા આયોજીત ‘ સર્વજ્ઞાતિ રાસમહોત્સવ સત્યમેવ જયતે ‘ ના ઉદઘાટન પ્રસંગે ખોડલ ધામ નરેશ પટેલ અને પાટીદાર નેતા હાર્દિક પટેલ બન્ને સાથે ઉપસ્થિત રહેવાના હતા. જેનાથી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો.પરંતુ આ કાર્યક્રમમાં હાર્દિક પટેલ આવે તે પહેલા જ નરેશ પટેલે માતાજીની આરતી ઉતારી ઉદઘાટન કરી ચાલતી પકડતા લોકોમાં અનેક તર્ક વિતર્ક શરૂ થયા હતા.ઉપસ્થિત લોકોમાં એવી પણ ચર્ચાઓ જાગી હતી કે શુ નરેશ પટેલ એ હાર્દિક પટેલ થી નારાજ છે ?

મળતી માહીતી મુજબ,જસદણના આટકોટ ગામે હાર્દિક પટેલ ફેન ક્લબ દ્વારા આયોજીત ‘ સર્વજ્ઞાતિ રાસમહોત્સવ સત્યમેવ જયતે ‘ નવરાત્રિ કાર્યક્રમમાં હાર્દિક પટેલ અને નરેશ પટેલ ઉપરાંત બધા સમાજ ના અગ્રણીઓ, ઉપરાંત પાટીદાર અગ્રણીઓ સાથે ઉપસ્થિત રહેવાના હતા. આ કાર્યક્રમ માં જો કે ખોડલધામ નરેશ પણ હાજર રહયા હતાં. પરંતું હાર્દિક પટેલ આવે તે પહેલા આરતી ઉતારી નરેશ પટેલે સ્થળ છોડી રાજકોટ જવા રવાના થયા હતા.

જો કે હાર્દિક પણ કાર્યક્રમ માં હાજરી આપી ત્યાંથી રવાના થઈ ગયો હતો.જો કે હાર્દિક આવે એ પહેલા નરેશ પટેલ જતા રહેતાં પાટીદારોમાં ચર્ચા થઇ રહી હતી કે હાર્દિકે નરેશ પટેલના હાથે પાણી પી લીધું હોત તો પરિસ્થિતિ કંઇક અલગ જ હોત. આ કાર્યક્રમમાં જસદણ તાલુકાના બધા ગામના લોકો અને ખેલૈયાઓ 9 દિવસ સુધી ગરબે ઘૂમશે.