Editorial National Personality Politics

અટલજીના નિધનથી કિંગ ખાન થયો ભાવુક, અને તેની સફળતા પાછળનું જણાવ્યું રહસ્ય

મો.ન્યુ.ફો.નેટવર્ક :   પૂર્વ PM અટલ બિહારી વાજપેયીના નિધનથી સમગ્ર દેશ શોકની લાગણી અનુભવી રહ્યો છે.ત્યારે બોલિવૂડના ઘણા સેલિબ્રિટીઝે પણ સોશિયલ મીડિયા પર પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. બોલિવૂડના કિંગ શાહરુખ ખાને પણ શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે, તે ભાગ્યશાળી છે કે, અટલજીએ તેની જિંદગીને પ્રભાવિત કરી છે.

શાહરુખે લખ્યું કે, ‘મને તેમને મળવાની તક પ્રાપ્ત થઈ હતી અને અમે કવિતા, ફિલ્મ, રાજકારણ અને પોતાના ઘૂંટણના દુ:ખાવા વિશે વાતચીત કરી સમય પસાર કર્યો હતો. મને તેમની એક કવિતાને પડદા પર ઉતારવાની તક પણ મળી હતી. તેમને ઘરે ‘બાપજી’ કહેવામાં આવતા હતા. આજે દેશે એક પિતા સમાન વ્યક્તિ ગુમાવી દીધી છે. અંગતપણે મેં પોતાના બાળપણનો એક ભાગ અને શીખવા, હસવા તથા કવિતાઓની યાદો ગુમાવી દીધી છે. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે, તેમણે મારી જિંદગીને પ્રભાવિત કરી. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.’

શાહરુખ ઉપરાંત અમિતાભ બચ્ચન અને લતા મંગેશકર સહિતની અનેક બોલિવૂડ સેલિબ્રિટીઝે અટલજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.