લૉન કે લોલીપોપ ? “આત્મનિર્ભર ગુજરાત યોજનાં” સામાન્ય નાગરીકો માટે કે ભાજપના નેતાઓ-કાર્યકરો માટે ? : કોંગ્રેસ

0
12

• ડીજીટલ ઇન્ડિયાની ગુલબાંગો પોકારતી ભાજપ સરકારનાં રાજમાં લોન માટે લાખો લોકો લાઈનો કેમ ?

• બે મહિના જેટલા લોકડાઉનને કારણે આર્થીક મદદની જરૂરિયાત અત્યારે હાલ હોય કે ત્રણ મહિના પછી?

• નાના માણસોને આજની તારીખે તાત્કાલિક આર્થીક મદદ માટે વ્યાજખોરના ચક્કરમાં ફસાઈ આત્મહત્યા કરવા મજબુર થાય તો એ માટે જવાબદાર કોણ ?

• “આત્મનિર્ભર ગુજરાત યોજનાં” સામાન્ય નાગરીકોને “આત્મનિર્ભર” બનાવવા માટે નહિ પરતું ભાજપના કાર્યકરો-આગેવાનોને “આત્મનિર્ભર” બનાવવાની વધુ એક યોજના

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ગાંધીનગર : ​રાજ્યની ભાજપ સરકાર દ્વારા પ્રજાની હાલાકીમાં ઘટાડો કરવાને બદલે વધારો થાય તેવું નિરાશાજનક, રાહતનો અભાવ અને ગરીબ-સામાન્ય વર્ગ સાથે છેતરપીંડી સમાન “આત્મનિર્ભર લોન યોજના” અભિયાન પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યપ્રવકતા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર વૈશ્વિક મહામારી કોરોના સમયમાં પણ ગુજરાતનાં નાગરીકોને હાલાકીમાં વધારો કેવી રીતે કરવો એજ મૂળ મંત્ર સાથે કામગીરી કરી રહી છે એ વાત ભાજપ સરકારે જાહેર કરેલી “આત્મનિર્ભર ગુજરાત યોજના” પરથી સાર્થક થઇ રહ્યું છે.

લોકડાઉનના ૫૬ દિવસથી નાગરિકોના ધંધા રોજગાર બંધ થયા, રોજ કમાઈ રોજ ખાનાર ગરીબ વર્ગ,રીક્ષા ચલાવનાર, નાના ફેરિયા,લારી ગલ્લા, પાથરણ વાળા, સ્વરોજગારી વાળા જેવા અનેક પરિવારો આર્થીક કટોકટીનો સામનો કરી રહ્યો છે ત્યારે ગુજરાતનાં નાગરીકો નિયમોની જટિલ આંટીઘુટીવાળી જાહેરાતને પગલે પહેલા નોટાબંધી, લોકડાઉન અને હવે લોન લેવા ૪૪ ડીગ્રી તાપમાનમાં લાઈનમાં ઉભા રહ્યા છે. “આત્મનિર્ભર ગુજરાત યોજના” જાહેર કરતા સમયે રૂપાણી સરકારે જાહેરાત કરી હતી કે “કોઈ ગેરેન્ટર અને બહુ બધા કાગળોની જરૂર નહિ પડે અને સરળ પ્રક્રિયા હશે” પણ યોજના અંગેના ફોર્મ મેળવતા આઠ થી દસ દસ્તાવેજો અને બે પાક્કા જામીન ફરજીયાત છે જે ગરીબ- સામાન્ય પરિવાર માટે વધુ એક છેતરપીંડીનું ઉદાહરણ છે.

​ગુજરાત રાજ્ય સરકાર આ લોન માટે શા માટે બાંયધરી ના આપી શકે? આ તો સાવ નાનો કામધંધો કરનારને લોન આપવાની છે ત્યારે શા માટે રાજ્ય સરકાર તેની જવાબદારી લેતી નથી ? આ લોન જેને મળશે તેને પણ નવેમ્બર મહિનામાં મળશે. પણ ત્યાં સુધી આ રોજેરોજનું કમીને ખાનારાનું શું? અત્યારે કોરોના મહામારીના સંદર્ભમાં ગરીબ લોકોને તત્કાલ લોનની જરૂર નથી પણ જીવનનિર્વાહ માટે રોકડ રકમની જરૂર છે અને તે ગુજરાત સરકાર આપી રહી નથી. શું આ નાણા કામધંધા ધરાવતા લોકોને હવે 31 મે પછી ધંધા શરૂ કરવાના નથી? જો કરવાના છે તો, શા માટે લોન નવેમ્બર મહિનામાં આપવામાં આવશે તે પણ સમજાતું નથી. શું તેમને જુન મહિનામાં કાર્યગત મૂડી તરીકે નાણાની જરૂર નહિ પડે?

જો સરકાર અત્યારે તેમને રોકડ સહાય નહિ કરે તો તેઓ ખાનગી શાહુકારો પાસેથી ઊંચા વ્યાજે લોન લેવા માટે મજબૂર બનશે એમ પણ કોઈ શંકાને સ્થાન નથી. વ્યાજખોરોના ચકકરમાં ફસાઈને તેઓ છેવટે આત્મહત્યા કરવા પ્રેરાય તેવી સંભાવના પણ વધી જાય છે. તેમને જીવન નિર્વાહ અને વ્યવસાય માટે અત્યારે જ રોકડ રકમની જરૂર છે ત્યારે ત્રણ મહિના પછી લોન આપવાનો શો મતલબ છે? એટલે, હકીકતમાં, નાના વ્યવસાયીઓને આત્મનિર્ભર નહિ પણ લોનનિર્ભર બનાવવા માટેની આ યોજના છે. ભાજપ સરકાર જાહેરાતને બદલે જાહેરહિત પર ધ્યાન કેન્દ્રિત કરે.

કોંગ્રેસનો ભાજપને પડકાર : રાજ્ય સરકારની “આત્મનિર્ભર ગુજરાત યોજના”થી નાગરિકો ને હાલકીમાં વધારો કરી રહી છે કે મદદ? એના જવાબ ભાજપ સરકાર આપે…..

• બે મહિના જેટલા લોકડાઉનને કારણે આર્થીક મદદની જરૂરિયાત અત્યારે હાલ હોય કે ત્રણ મહિના પછી?

• ડીજીટલ ઇન્ડિયાની ગુલબાંગો પોકારતી ભાજપ સરકારનાં રાજમાં લોન માટે લાખો લોકો લાઈનો કેમ ?

• શું કોરોના મહામારીમાં માત્ર દસ લાખ લોકો જ ધંધા રોજગારથી વંચિત થયા છે? બાકીના નાગરીકો ને કેમ રાહત નહિ ?

• કઈ સહકારી બેંક કે ક્રેડિટ સોસાયટી કેટલા લોકોને લોન આપશે એની કોઈ માર્ગદર્શિકા કેમ નહિ ?

• માપદંડ સહકારી બેંક કે ક્રેડિટ સોસાયટી કેમ નક્કી કરે? શું સરકાર માપદંડો નક્કી કરવામાં અસમર્થ છે ?

• ઓગસ્ટના અંત સુધીમાં તો અરજીઓ મોકલવાની છે હવે અરજીઓનું વેરિફિકેશન/ ચકાસણી ક્યારે થશે અને ક્યારે લોન મળશે?

• સરકાર દ્વારા કેમ સહકારી બેંક કે ક્રેડિટ સોસાયટી લીસ્ટ જાહેર કરવામાં ન આવ્યું ?

• નાના માણસોને આજની તારીખે તાત્કાલિક આર્થીક મદદ માટે વ્યાજખોરના ચક્કરમાં ફસાઈ આત્મહત્યા કરવા મજબુર થાય તો એ માટે જવાબદાર કોણ ?

• ગુડ ગવર્નન્સ ની ગુલબાંગો ફૂંકતા ગુજરાત પાસે તાત્કાલિક લોન કેવી રીતે આપી શકાય તે ચકાસવાની પણ ક્ષમતા કેમ નથી?

• ભાજપ સરકાર પોતે જ ધિરાણ આપવામાં આત્મનિર્ભર નથી કેમ નહિ ? તિજોરી માત્ર ઉદ્યોગપતિઓ માટે કેમ ખુલ્લી મુકાય છે ?

• કોઈ ઉદ્યોગપતિ લાઈનમાં ઉભો રહી લોન નથી મેળવતો તો પછી ગુજરાતના નાગરિકએ કેમ લાઈનમાં ઉભા રાખ્યા ?

​આ પ્રકારનાં અણઘડ વહીવટ, યોગ્ય અમલીકરણનો અભાવ અને ગરીબ મધ્યમ વર્ગ સાથે પક્ષપાતી વલણના વહીવટથી ભાજપ સરકાર ચલાવતી હોય તો ક્યાંથી બનશે વેગવંતુ ગુજરાત? “આત્મનિર્ભર ગુજરાત યોજનાં” સામાન્ય નાગરીકોને “આત્મનિર્ભર” બનાવવા માટે નહિ પરતું ભાજપના કાર્યકરો-આગેવાનોને “આત્મનિર્ભર” બનાવવાની હોય તેમ વધુ એક વખત સ્પષ્ટ ચિત્ર ઉપસી રહ્યું હોવાનો કોંગ્રેસે આક્ષેપ મૂક્યો છે.