Editorial Gujarat Politics

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મહિલા અત્યાચાર મામલે CM રૂપાણી સામે લગાવ્યા ગંભીર આરોપો, રૂપાણી ધુઆપુઆ ?

મો.ન્યુ.ફો.નેટવર્ક : ઍક બાજુ ભાજ્પ સરકાર ‘ બેટી બચાવો તથા બેટી પઢાવો ‘ ના નારાઓ લગાવે છે, તો બીજી બાજુ ભાજ્પ ના જ નેતાઓના નામ મહિલાઓ સાથે અત્યાચાર મા ખુલી રહયા છે.તાજેતરનો જયન્તિ ભાનુશાલિ સેક્સ કાંડ ઉપરાંત, નલિયાનો દુષ્કર્મકાંડ, પાટણનો પીટીસી કાંડ, કચ્છમાં મહિલાનો જાસુસી કાંડ, મહિલાઓ પર દુષ્કર્મ અને જાતીય સતામણી- અત્યાચારની ઘટનાઓથી ગુજરાતનું માથુ શરમથી ઝુકી જાય છે. દુષ્કર્મની આવી ઘટનાઓમાં સત્તાધારી ભાજપ પક્ષના આગેવાનો સામેલ હોવાના દાવા સાથે વિરોધ પક્ષ ના નેતા પરેશ ધાનાણી એ શાસક પક્ષ સામે અનેક પ્રહાર કર્યા હતા.

ધાનાણી એ ભાજ્પ સામે પ્રહાર કરતા જણાવેલ કે, ભાજ્પ ના શાસનમાં ગુજરાતમાં મહિલાઓ સલામતના દાવા કેટલા પોકળ છે તેનો ખુલાસો રાજ્યમાં બની રહેલી બળાત્કાર તથા અન્ય ગુનાઓના આંકડાઓ પરથી થયો છે. ત્રાસવાદીઓના ખિસ્સામાંથી ચિઠ્ઠી શોધી શકનારી બાહોશ ગુજરાત પોલીસ જયંતિ ભાનુશાળીને કેમ પકડી શકતી નથી?

ધાનાણી એ ભાજ્પ સામે પ્રહાર કરતા જણાવેલ કે, ગુજરાતમાં દર બે દિવસે પાંચ મહિલાઓ પર બળાત્કાર થાય છે અને રોજ ૧૮ મહિલાઓ ગુમ થાય છે. ધાનાણીએ વધુમાં જણાવ્યું કે મહિલાઓ પરના અત્યાચારો રોકવા માટે મહિલા સુરક્ષા સમિતિના અધ્યક્ષ મુખ્યમંત્રી પોતે છે છતા ભૂતકાળમાં ત્રણ ત્રણ વર્ષ સુધી એક પણ બેઠક મળી નહોતી. આમ મુખ્યમંત્રીને પણ આ સંદર્ભમાં કોઇ રસ નથી. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં બળાત્કારની ૧૮૮૭ ઘટનાઓ બની છે.

વિપક્ષના નેતાઓ મહિલાઓ પરના અત્યાચાર- બળાત્કારના કિસ્સાઓમાં મુખ્યમંત્રીને એક ડઝન જેટલા પ્રશ્નો પૂછીને તેના જવાબો માગ્યા છે જેમ કે, મહિલા વિરૃદ્ધના ગુનામાં માત્ર ત્રણ ટકા લોકોને જ કેમ સજા થાય છે? અમદાવાદ- સુરત મહિલા વિરૃદ્ધના ગુનાઓમાં ટોચના ૧૦ શહેરોમાં સામેલ છે? નલિયાકાંડ અને સુરતની પીડિતાના આરોપીને કેમ પકડાતા નથી? શા માટે કન્યા કેળવણીમાં ગુજરાત ૨૦માં ક્રમે છે? માતા મૃત્યુ દર ઘટાડવામાં દેશમાં ૧૫ રાજ્યોમાંથી ગુજરાતને ૧૧મો નંબર કેમ છે?