Gujarat Politics

લોકસભા ચૂંટણી મતદાન/ કૉંગ્રેસના ક્યા નેતાએ CM રૂપાણીને પગે લાગી આશિર્વાદ લીધા ?

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : આજે 23મી એપ્રિલના રોજ ગુજરાતમાં ૨૬ બેઠકો ઉપર ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે મતદારોમાં પણ મત આપવા માટે અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિતના અનેક દિગ્ગજોએ ગુજરાતના વિવિધ મતદાન કેન્દ્રો પરથી મતદાન કર્યું છે.

રાજકોટ ની અનિલજ્ઞાન શાળામાં CM વિજય રૂપાણી અને પત્ની અંજલી રૂપાણીએ મતદાન કર્યું હતું. વિજય રૂપાણીએ લાઈનમાં ઊભા રહીને સામાન્ય વ્યક્તિની જેમ મતદાન કર્યુ હતું.જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી મતદાન મથકે પહોંચ્યા હતા ત્યારે રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા રૂપાણીને પગે લાગીને આશીર્વાદ લીધાં હતા. આ સમયે ઉપસ્થિત લોકોમાં આશ્ચર્યુ સર્જાયું હતું.

રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના આશિર્વાદ લીધા હતા અને આ દ્રશ્યો જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતાં. વડીલોના આશિર્વાદ લેવા એ સંસ્કાર માની લલિત કગથરાએ મુખ્યમંત્રી રૂપાણીને પગે લાગ્યા હતા અને આશિર્વાદ લીધાં હતાં.