Gujarat Personality Politics Trending

બ.કાં.લોકસભા સીટના કૉંગ્રેસના ઉમેદવારનો બફાટ : કહ્યુ, ‘ કૉંગ્રેસથી જનતા કંટાળી ગઈ છે ‘

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : લોકસભાની ૨૬ બેઠકો માટે વિવિધ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે તેમજ મતદારોને આકર્ષવા માટે નીત નવા નુસખા બનાવવામાં આવી રહ્યા છે. જોકે ઉમેદવારો દ્વારા પણ વાણીવિલાસ થઈ રહ્યો હોવાની અનેક ફરિયાદો ચૂંટણીપંચને થઈ છે. તો ક્યાંક ઉમેદવારો પોતાના પ્રચાર દરમિયાન જ બફાટ કરી મુકતા હોવાની પણ ઘટનાઓ અવાર નવાર મીડિયામાં આવી ચૂકી છે, ત્યારે તાજેતરમાં બનાસકાંઠામાં થી કોંગ્રેસ ના ઉમેદવાર પર થી પટોળા ની જીભ લપસી હતી અને તેમણે એવું નિવેદન આપ્યું તે સોશિયલ મીડિયામાં તેઓ ટ્રોલ થઈ ગયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠા લોકસભા સીટના કોંગ્રેસ ના ઉમેદવાર પરથી ભટોળ પોતાના કાર્યકર્તાઓ સાથે અંબાજી માતાના  મંદિરે  દર્શન કરવા માટે  પહોંચ્યા હતા. માતાજીના દર્શન કર્યા પછી મીડિયા સાથે વાતચીત કરતા પરથી ભટોળ ની જીભ લપસી હતી અને તેમણે એવું કહી નાખ્યું હતું કે, ‘ કોંગ્રેસથી જનતા કંટાળી છે ‘. થોડીક વાર માટે તો મીડિયાવાળા પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા પરંતુ ભટોળ ને પોતાની ભૂલ સમજાતા તેમણે પોતાનું નિવેદન સુધારી લીધું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, પરથી ભટોળ વર્ષોથી ભાજપના કાર્યકર્તા હતા અને તેઓ ભાજપમાં રહીને કોંગ્રેસની ટીકા કરતા હતા એટલે એવું લાગે છે કે, ભાજપમાં રહીને કોંગ્રેસ વિરોધી બોલવામાં તેઓની જીભ વળી ગઈ હશે એટલે તેઓ કોંગ્રેસમાં જોડાયા પછી  ભાજપના બદલે કોંગ્રેસની ટીકા કરી હશે.જો કે ભટોળે ભૂલથી કોંગ્રેસથી જનતા કંટાળી છે તેવું નિવેદન આપી દીધું અને તેઓએ કઈ ખોટું બોલી નાખ્યું છે તેવી જાણ થતા તેમને પોતાનું નિવેદન તુરંત બદલી નાંખ્યું અને કહ્યું કે, સોરી ભાજપના શાસનથી ભાજપના નિયમોથી પ્રજા ખુબ જ કંટાળી ગઈ છે.