બજાર/ આ વર્ષે જીરા કરતાં રાયડો, મેથી,સવા ઇસબગુલ, અજમો અને એરંડા જેવા પાકોનું વાવેતર વધશે, જાણો કારણ

0
1521

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : 2020-21 ના કોરોના વર્ષમાં જીરા કરતા રાયડો, મેથી,સવા ઇસબગુલ, અજમો અને એરંડાના ભાવ આસમાને જતા જીરાના પ્રમાણમાં આ શિયાળુ પાકો નું વાવેતર વધવાની પૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે.જ્યારે દિવાળી બાદ જીરાના ભાવમાં 300 થી 500 રૂપિયાની તેજી આવવાની શક્યતાઓ છે.

ઊંઝા વેપારી મંડળના પ્રમુખ ભાનુભાઈ જોષીના જણાવ્યા મુજબ હાલમાં જીરાનો ભાવ 2300 થી 2440 સુધી નો છે.જીરાની સરખામણીએ રાયડો, મેથી,સવા ઇસબગુલ, અજમો અને એરંડાના ભાવોમાં ઉછાળો જોવા મળ્યો છે. જેથી જીરા ની સરખામણીએ આ પાકોનું વાવેતર વધવાની પૂરી શક્યતાઓ છે. જોકે કોરોના ને કારણે અજમાનો ઉપયોગ વધ્યો છે તેથી અજમા નું વાવેતર વધવાની પૂરી શક્યતાઓ છે.

પાક.       હાલના ભાવ.       ગત વર્ષના ભાવ
રાયડો   –   1800                 700
એરંડા   –     850                 600
મેથી     –    1400               700
અજમો –  2800                1600