મહેસાણા LCB પોલીસે 930 ગ્રામ ગાંજા સાથે એક શખ્સની અટકાયત કરી, 23,300/- નો મુદ્દામાલ કર્યો કબ્જે

0
745

મોર્નિંગ ન્યુઝ ફોકસ, મહેસાણા :  છેલ્લા ઘણા સમયથી મહેસાણા એલસીબી પોલીસના પી.આઇ. ભાવેશ રાઠોડ ના માર્ગદર્શન મુજબ જિલ્લામાં ચાલતી દારૂ-જુગાર, ગાંજો, તફડંચી જેવી અસામાજીક પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે ત્યારે તાજેતરમાં જ મહેસાણા શહેર માંથી ગાંજા જેવા નશીલા માદક દ્રવ્યોનું વેચાણ કરતા એક ઇસમને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની પાસેથી કુલ રૂ.23,300/- નો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો.

મહેસાણા એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેકટર ભાવેશ રાઠોડના જણાવ્યા મુજબ, મહેસાણા આંબેડકર ચોક પાસે આવેલ દાવલસા પીરની દરગાહ વિસ્તારમાં ગાંજો જેવા નશીલા પદાર્થનું વેચાણ કરી રહ્યો હોવાની એલ.સી.બી.પોલીસને માહિતી મળતા પોલીસે તાત્કાલિક સ્થળ પર જઈ કોર્ડન કરી ત્યાં બેસેલ ઇસમની પૂછપરછ કરી શોધખોળ કરતાં કેસરી કલરની પ્લાસ્ટિકની થેલીમાંથી 930 ગ્રામ ગાંજો મળી આવેલ.
ગાંજો વેચનાર ઇસમે પોલીસને તેનું નામ પઠાણ ઇકબાલ ઉર્ફે ડુંટી માલેખાન રહે.કસ્બા,સેતવાડ, મહેસાણા જણાવેલ.પોલીસે તેની પાસેથી રૂપિયા 9300/- ની કિંમતનો ગાંજો ઉપરાંત, ગાંજો તોલવાનો કાંટો રૂ.500/- રોકડ રકમ રૂ. 8500/- તથા મોબાઈલ ફોન રૂ.5000/- મળી કુલ રૂ.23,300/- નો મુદ્દામાલ કબ્જે કરી એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.