મહેસાણા LCB પોલીસે કડી પાસેથી જુગારધામ ઝડપ્યું : 5 જુગારીયાઓ સામે ગુનો નોંધાયો

0
261

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : મહેસાણા એલસીબી પી.આઈ.ભાવેશ રાઠોડના માર્ગદર્શન હેઠળ LCB પોલીસે કડીના અણખોલમાં ખેતરમાંથી 3 જુગારીઓને રૂ.23 હજારની રોકડ સાથે ઝડપી લીધા હતા.પોલીસે ઝડપાયેલા 3 સહિત કુલ 5 શખ્સો સામે કડી પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.

મહેસાણા એલસીબી પોલીસે અણખોલ પાટિયા પાસેથી કલોલનો રમેશજી શકરાજી ઠાકોર અણખોલની સીમમાં ચંદુજી હીરાજીના ખેતરના ખૂણામાં ઝાડ નીચે જુગાર રમતા જુગારીઓમાં નાસભાગ મચી હતી.જોકે, પોલીસે કોર્ડન કરી ભરતજી મફાજી ઠાકોર (રહે.કોરડા, તા.કડી), ચૌહાણ સાબિર અહેમદભાઈ (કલોલ) અને પટેલ નિમેષ અમરતભાઈ (ચેનપુર, અમદાવાદ)ને ઝડપી લીધા હતા, જ્યારે 2 ભાગી ગયા હતા.

પોલીસે જુગારધામ પરથી રોકડ રૂ. 23 હજાર કબજે કરી કડી પોલીસ માં 5 શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો હતો.જોકે, પોલીસે કોર્ડન કરી ભરતજી મફાજી ઠાકોર (રહે.કોરડા, તા.કડી), ચૌહાણ સાબિર અહેમદભાઈ (કલોલ) અને પટેલ નિમેષ અમરતભાઈ (ચેનપુર, અમદાવાદ)ને ઝડપી લીધા હતા, જ્યારે 2 ભાગી ગયા હતા. પોલીસે જુગારધામ પરથી રોકડ રૂ. 23 હજાર કબજે કરી કડી પોલીસમાં નરેશજી દ્વારકાજી ઠાકોર (અણખોલ),રમેશજી શકરાજી ઠાકોર (કલોલ), ભરતજી મફાજી ઠાકોર (કોરડા), સાબીર અહેમદભાઇ ચૌહાણ (કલોલ),નિમેષ અમરતભાઇ પટેલ (અમદાવાદ) 5 શખ્સો સામે ગુનો નોંધાયો હતો.