મહેસાણા LCB પોલીસે કડી ખાતે થયેલ લૂંટના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો

0
691

મોર્નિંગ ન્યુઝ ફોકસ,મહેસાણા :   ગત 7 ઓક્ટોબર 2020 ના રોજ કડી જન્મભુમી સોસાયટી ખાતે સવારના સાડા અગિયાર વાગ્યાના સુમારે નિધિ બેન પટેલ ઘરે હાજર હતા તે સમય દરમ્યાન કોઈ ઈસમ મોઢા પર રૂમાલ બાંધી ઘરમાં ઘૂસી જઈ ચપ્પુ બતાવી ને ગળામાં પહેરવાની સોનાની ચેન તથા હાથમાંથી વીંટીઓ તથા બુટ્ટીઓ વગેરે લૂંટ કરી પોતાના એક્ટીવા પર નાસી જવાનો બનાવ બનવા પામેલ જે સંદર્ભે કડી પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર થયેલ હતો.

ઉપરોક્ત ગુના સંદર્ભે પોલીસ મહાનિરીક્ષક અભય ચૂડાસમા ગાંધીનગર તથા મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક ડો પાથૃરાજસિહ ગોહિલ ના સૂચના મુજબ તેમજ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ભાવેશ રાઠોડ ના સીધા માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ટીમ કડી વિસ્તારમાં તપાસ મદદમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ બાબાભાઈ ને બાતમી મળેલ.

જેમાં એલ.સી.બી.પોલીસને જાણવા મળેલ કે ગુનાનો આરોપી જશોદાચોકથી  કરણનગર જતા રોડ ઉપર એક કાળા કલરના એક્ટીવા પર બેઠેલ છે અને તેની પાસે સોનાનો દોરો તથા વીંટીઓ વગેરે સોનાના દાગીના વેચાણ કરવા સારુ ફરે છે. જેને લઈ એલ.સી.બી.ટીમ હકીકત વાળી જગ્યાએ જતાં એક બાળકી એકટીવા ઉપર બેસેલ મળેલ જેને પૂછપરછ કરતા તેણે ગુનો કરેલા ની કબુલાત કરતાં કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકને મુદ્દામાલ સહિત હસ્તગત કરી કડી પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલ. બાળ ઈસમને પૂછપરછ કરતા તેણે નવો આઈફોન લાવવા માટેની લાલસા હોવાના કારણસર આ ગુનો કરેલા ની હકીકત જણાવેલ. આમ મહેસાણા એલસીબીએ ગણતરીના કલાકોમાં કડી ખાતે બનેલ લૂંટના ગુનાઓનો ભેદ ઉકેલ્યો હતો.