મહેસાણા એલ.સી.બી.પોલીસે વડોસણ પાસેથી ફિલ્મી સ્ટાઈલે ગેરકાયદે વિદેશી દારૂ ઝડપ્યો, જાણો ઘટના

0
493
મોર્નિંગ ન્યુઝ ફોકસ મહેસાણા :  મહેસાણા તાલુકાના વડોસણ પાટિયા પાસે એલસીબી પોલીસ ઇન્સ્પેકટર ભાવેશભાઈ રાઠોડના માર્ગદર્શન મુજબ, એલ.સી.બી.પોલીસે નાકાબંધી કરી રૂ 3.71 લાખની કિંમતના દારૂ ભરેલી કાર સાથે વડોસણના શખ્સને ઝડપી લીધો હતો. જે અંગે મહેસાણા તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો હતો.
                                                                             મહેસાણા એલસીબીના એએસઆઇ હિરાજી સોનાજી, રત્નાભાઇ, રાજેન્દ્રસિંહ સહિતને વડોસણના દિનેશજી કીર્તિસિંહ ઠાકોરના ઘરેથી એક સફેદ રંગની નંબર વગરની કારમાં કરણસિંહ કીર્તિસિંહ ઠાકોર વિદેશી દારૂનો જથ્થો ભરી મહેસાણા બાયપાસ સુવિધા સર્કલ તરફ જઇ રહ્યાની બાતમી મળતાં બાયપાસ પર વડોસણ ગામના પાટિયા પાસે નાકાબંધી કરી હતી.
                                                                                      તે દરમિયાન વડોસણ તરફથી આવતી કારને પોલીસે અટકાવી ડ્રાઇવરને નીચે ઉતારી પૂછપરછ કરતાં તે કરણસિંહ ઉર્ફે બકો કીર્તિસિંહ હોવાનું ખુલ્યું હતું. પોલીસે રૂ.3.71 લાખની કિંમતનો વિદેશીદારૂ, કાર અને મોબાઇલ મળી રૂ.4.31 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસ સ્ટેશનમાં કરણસિંહ ઉર્ફે બકો ઠાકોર અને દિનેશજી કિર્તિસિંહ ઠાકોર સામે ગુનો નોંધાયો હતો.