મહેસાણા LCB નો સપાટો : ઊંઝા, કડી અને મહેસાણા માંથી 1,34,910/- ના મુદ્દામાલ સાથે 20 જેટલા જુગારીયાઓ ઝડપાયા

0
519

મોર્નિંગ ન્યુઝ ફોકસ,મહેસાણા : મહેસાણા જિલ્લામાં ચાલતી અન અધિકૃત અને અસામાજીક પ્રવૃતિઓને રોકવા માટે પોલીસ મહાનિરીક્ષક અભય ચૂડાસમા ગાંધીનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવેલી સૂચના અનુસંધાને મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર ભાવેશભાઈ રાઠોડ ના માર્ગદર્શન મુજબ એલસીબી ટીમ દ્વારા સમગ્ર જિલ્લામાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પેટ્રોલિંગ દરમિયાન એલસીબી ટીમે અસામાજિક અને અનઅધિકૃત પ્રવૃત્તિઓ આચરનારા ઇસમોને ઝડપી જિલ્લાની બદીઓને અટકાવવાના ત્વરીત પ્રયત્નો હાથ ધરેલ છે. જે અનુસંધાને તાજેતરમાં મહેસાણા એલસીબીએ ઊંઝા અને કડી માંથી જુગારધામ ઝડપાયું હતું તો વળી મહેસાણા શહેરમાંથી ક્રિકેટ સટ્ટા બેટીંગ નો જુગાર સાથે કુલ ત્રણે કેસમાં મળી 1,34,910/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મહેસાણા એલસીબીએ આપેલી પ્રાપ્ત વિગતો મુજબ ઊંઝાના દાસજી પાસેથી તીન પત્તીનો જુગાર રમતા સાત જેટલા જુગારીયાઓને ઝડપી પાડયા હતા જેમાં જુગાર રમાડનાર વોન્ટેડ શાહરુખખાન અબ્બાસ ભાઈ રહે. દાસજ, ઉપરાંત (1) પટેલ મહેશ કુમાર નટવરલાલ રહે.ઐઠોર (2) ઠાકોર રમેશજી કરણાજી રહે. રણછોડપુરા (3) સૈયદ અસલમમિયાં રહે. ભાંખર (4) ઠાકોર પ્રવિણજી ખેંગારજી રહે .રણછોડપુરા (5) ઠાકોર વિષ્ણુજી મફાજી રહે ઊંઝા (6) પટેલ મહેશકુમાર વિઠ્ઠલભાઈ રહે ઊંઝા (7) સેનમાં રમેશભાઈ મણિલાલ સહિતના સાત જેટલા આરોપીઓને ઝબ્બે કર્યા હતા. આ સાથે કુલ 14,000 રૂપિયા જેટલી જુગાર ની રકમ ઝબ્બે કરી હતી.

આ ઉપરાંત કડી પોલીસ સ્ટેશનની હદમાંથી 11 જેટલા જુગારીઓ ઝડપાયા હતા. આ સાથે 64,110/- નો મુદ્દામાલ ઝડપાયો હતો. તો વળી મહેસાણા શહેર માંથી ક્રિકેટનું સટ્ટાધામ પકડાયું હતું જેમાં એલસીબી પોલીસે સ્થળ ઉપરથી 56,800/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો આ સાથે (1) પટેલ અભી કુમાર કનુભાઈ રહે.અસ્મિતા ફ્લેટ, રાધનપુર રોડ, મહેસાણા અને(2) પટેલ રાહુલ કુમાર બાબુલાલ રહે વિસનગર ની અટકાયત કરી હતી. જેમાં આરોપી નંબર બે પટેલ રાહુલ એ વોન્ટેડ આરોપી છે. આમ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાંચે મહેસાણા જિલ્લામાંથી જુગારધામ તેમજ ક્રિકેટના સટ્ટા પર ચાલતા જુગારધામ નો પર્દાફાશ કરીને અસામાજીક પ્રવૃતિઓને ડામી દેવાની પ્રશંસનીય કામગીરી કરેલ છે.