મહેસાણા સાંસદ શારદાબેન પટેલે 100 થી વધુ ગામડાઓના ખેડૂતોને ‘કૃષિ સુધારા બિલ’ અંગે સાચી સમજ આપી

0
690

મોર્નિંગ ન્યુઝ ફોકસ, મહેસાણા : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા કૃષિ સુધારા બિલ પસાર કરવામાં આવ્યું છે, ત્યારે આ બિલ અંગે ખેડૂતોને સાચી સમજ આપવા માટે જે તે વિસ્તારના ધારાસભ્યો અને સંસદ સભ્યો ખાટલા બેઠકો યોજીને ખેડૂતોને બિલ વિશેની સાચી માહિતી આપીને કોઇપણ વ્યક્તિ દ્વારા ગુમરાહ ન થવાની અપીલ કરી રહ્યા છે ત્યારે મહેસાણાનાં સાંસદ શારદાબેન પટેલે પોતાના સંસદ વિસ્તારમાં 100 વધુ ગામડાઓમાં ખેડૂતો સાથે બેઠકો યોજીને કૃષિ સુધારા બિલ ની સાચી માહિતી આપી છે.

શારદાબેન પટેલ સૌપ્રથમ વાર મહેસાણા સીટ પરથી સંસદ સભ્ય તરીકે જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે. તેઓ પોતાના મતવિસ્તારની વારંવાર મુલાકાતો લે છે, એટલું જ નહિ પરંતુ તેઓ સામાજિક-ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલા છે. lockdown દરમિયાન પણ તેમણે અનેક સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરી છે ત્યારે કેન્દ્ર સરકારના કૃષિ સુધારા બિલ વિશે ખેડૂતોની વચ્ચે જઈને ૧૦૦ કરતાં વધારે ગામડાંઓના ખેડૂતોને કૃષિ સુધારા બિલ ની સાચી સમજ આપી છે. શારદાબેન નું આ કાર્ય ખૂબ જ પ્રશંસનીય રહ્યું છે કારણ કે ખેડૂત સંપર્ક દરમિયાન તેમને ખેડૂતો તરફથી કૃષિ સુધારા બિલને લઇને સંપૂર્ણ સમર્થન પ્રાપ્ત થયું હતું.