મહેસાણાના સાંસદે કેન્દ્રીય કૃષીમંત્રીને લખ્યો પત્ર : ઉત્તર ગુજરાતના ખેડૂતોને MSP હેઠળ આ મહત્વનો લાભ આપવા કરી માંગ

મહેસાણાના સાંસદે કેન્દ્રીય કૃષીમંત્રીને લખ્યો પત્ર : ઉત્તર ગુજરાતના ખેડૂતોને MSP હેઠળ આ મહત્વનો લાભ આપવા કરી માંગ

મહેસાણાનાં સાંસદ શારદાબેન પટેલે કેન્દ્રીય કૃષિ મંત્રીને લખ્યો પત્ર

ઉત્તર ગુજરાતમાં ચોમાસુ અને ઉનાળુ એમ બે ઋતુમાં બાજરીનો પાક લેવામાં આવે છે.

વધારે પ્રમાણમાં ઉનાળામાં બાજરીનો પાક લેવામાં આવે છે.

સરકાર દ્વારા ચોમાસુ બાજરી ના પાકને ટેકાના ભાવે ખરીદવામાં આવે છે.

ઉનાળુ બાજરી ના પાકની ટેકાના ભાવે ખરીદી નહીં થતી હોવાથી પોષણક્ષમ ભાવ મળતા નથી.

મોર્નિંગ ન્યુઝ ફોકસ, મહેસાણા :  મહેસાણાના પ્રજાવત્સલ સાંસદ શારદાબેન પટેલ દ્વારા કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર તેમજ પુરુષોત્તમ રૂપાલાજી ને બાજરી ના ટેકાના ભાવ ને લઈને મહત્વની રજૂઆત કરવામાં આવી છે. જેમાં તેમણે ઉનાળુ બાજરી ને પણ ટેકાના ભાવથી ખરીદવા માટે માગણી કરી છે.

મહેસાણા સાંસદ શારદાબેન પટેલ દ્વારા કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પુરોશોત્તમ રૂપાલા ને પત્ર લખવામાં આવ્યો છે જેમાં તેમણે લખ્યું છે કે, સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં ઉનાળુ બાજરી નો પાક મોટા પ્રમાણ માં લેવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા બાજરીના ટેકાના ભાવ નક્કી કરેલા છે. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ચોમાસું બાજરી ની જ ટેકાના ભાવે ખરીદદારી કરવામાં આવે છે જ્યારે ઉત્તર ગુજરાતના ખેડૂતો સામાન્ય રીતે ઉનાળુ પાક તરીકે બાજરી આવતા હોય છે જેથી ઉનાળામાં બાજરી ના પાક ની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી નથી અને તેમને પોષણક્ષમ ભાવ મળતા નથી તો સરકાર દ્વારા ઉત્તર ગુજરાતના ખેડૂતોની સ્થિતિને ધ્યાનમાં લઈને ઉનાળુ બાજરી ને પણ ટેકાના ભાવે ખરીદવામાં આવે એવી મહેસાણાનાં સાંસદ શારદાબેન પટેલ દ્વારા માંગણી કરવામાં આવી છે.