મહેસાણા : Dy.CM નીતિન પટેલની ઉપસ્થિતિમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખ જશુભાઈ પટેલે પદભાર સાંભળ્યો, જુઓ વિડીયો

0
591

મોર્નિંગ ન્યુઝ ફોકસ,મહેસાણા : ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા 39 જિલ્લાના નવા પ્રમુખોની 8 વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામ ના આગલા દિવસે જાહેરાત કરવામાં આવી હતી જેમાં મહેસાણા જિલ્લાના જિલ્લા પ્રમુખ તરીકે જશુભાઇ પટેલ (ઉમતાવાળા)ના નામની જાહેરાત કરવામાં આવી હતી.

જશુભાઇ પટેલ (ઉમતાવાળા) એ મહેસાણા જિલ્લા પ્રમુખનો પદભાર સંભાળતા જ સાંસદો, ધારાસભ્યો અને કાર્યકરોએ શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો.

આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં મહેસાણા જિલ્લાના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ જશુભાઇ પટેલ( ઉમતા વાળા) એ ચાર્જ સંભાળ્યો હતો. જશુભાઈ પટેલના પદભાર સમારોહ નિમિત્તે મહેસાણા જિલ્લાના બંને સાંસદો તેમ જ ધારાસભ્યો હાજર રહ્યા હતા. જશુભાઇ પટેલે જિલ્લા ભાજપ પ્રમુખ પદનો ચાર્જ સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ તેમજ બંને સાંસદો, ધારાસભ્યો અને કાર્યકરોએ જશુભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી.

જુઓ વિડીયો….