મહેસાણા : પોલીસ શહીદ દિન નિમિત્તે ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાયો

0
349

મોર્નિંગ ન્યુઝ ફોકસ મહેસાણા :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ ને આગળ ધપાવવાના ભાગરૂપે મહેસાણા જિલ્લાના પોલીસ ગ્રાઉન્ડ ખાતે ‘પોલીસ શહીદ દિન’ નિમિત્તે મહેસાણા જિલ્લા પોલીસ આયોજિત ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ઊંઝાના સક્રિય મહિલા ધારાસભ્ય ડો.આશાબેન પટેલ, તેમજ એસ.પી. પાર્થરાજસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી, નગરપાલિકા પ્રમુખ, જુગલજી ઠાકોર તેમજ સાર્વજનિક સંકુલના ટ્રસ્ટી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા.ઉપસ્થિત મહાનુભાવોએ રન ફોર યુનિટીમાં ઉપસ્થિત દોડવીરોને ગ્રીન સિગ્નલ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.