સિધ્ધપુર સરસ્વતી નદીમાંથી ખનીજ ચોરી ઝડપાઇ, 9 ખનીજ માફિયા ઝડપાયા

0
11
મોર્નિંગ ન્યુઝ ફોકસ, પાટણ : સિધ્ધપુર નજીક આવેલી સરસ્વતિ નદીમાં છેલ્લા કેટલાક સમયથી ખનીજ ચોરી થઈ રહી છે ત્યારે આજે એકાએક તંત્ર દ્વારા છાપો મારતા સિદ્ધપુરમાંથી ખનીજ ચોરી ઝડપાઈ હતી. પાટણ ખાણખનીજ વિભાગ ની ટિમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા.
પ્રાપ્ત માહિતી અનુસાર પાટણ ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવતા, ખાણ ખનીજ વિભાગ દ્વારા 7 ડમ્પર , 1 ટ્રેકટર, 1 હિટાચી મશીન સહિત વાહનો કબજે કરવામાં આવ્યા હતા.ઉપરાંત રેતી ચોરીમાં વપરાતા સાધનો અને મશીન સહિત 9 રેતી માફિયા ઝડપાયા. પાટણ ખાણ ખનીજ ટિમ દ્વારા ઘટનાસ્થળે કાયદેસરની  કાર્યવાહી હાથ ધરાઈ.