Gujarat Politics

મંત્રીઓ બેફામ,સરકાર બદનામ : પાણી મુદ્દે CM રૂપાણીની ખુરશીના પાયા ડગમગવા લાગ્યા ?

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : પાણી વિનાની રૂપાણી સરકારના શાસનમાં ગુજરાત પર જળ સંકટ નો ખતરો તોળાઈ રહ્યો છે,છતાં પણ રૂપાણી સરકાર સબ સલામત ના દાવા પોકારી રહી છે.ત્યારે ખુદ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા ના વિસ્તારમાં જ પાણી પાણી ના પોકારો પડી રહયા છે.ચૂંટણી ટાણે પણ પાણી માટે મહિલાઓ એ બાવળીયાનો ઉધડો લીધો હોવાનો વિડીયો વાયરલ થયો હતો.ત્યારે આજે ચૂંટણી પછી પણ સ્થિતી જૈસે થે જોવા મળી રહી છે.

સૌથી શરમ જનક બાબત એ છે કે,પાણી પૂરવઠા મંત્રી કુવરજી બાવળીયાના વિસ્તાર જસદણમાં જ પાણી ની બૂમરાડો ઉઠી છે. કારણ કે અહી આઠ દિવસે પાણી વિતરણ થાય છે,ત્યારે વિરોધ પક્ષની ભૂમિકા માં નીશ્ફળ ગયેલાં કૉંગ્રેસ હવે પાણી પ્રશ્ને રેલી, ધરણા, ઉપવાસ આંદોલન સહિતના જલદ કાર્યક્રમો આપવાની ચિમકી ઉચ્ચારી રહ્યુ છે,પણ કૉંગ્રેસ ના નમાલા નેતાઓ પણ માત્ર વાતો કરીને જ જનતાને રીઝવવા માં માની રહયા છે.

તો બીજી બાજુ   વીંછિયામાં ડાભીવાડી વિસ્તારમાં ૧૫થી ૨૦ દિવસે પાણી વિતરણ કરાય છે. એટલું જ નહીં,સૌથી શરમ જનક બાબત તો એ છે કે બાવળીયાના વોર્ડમાં છેલ્લા બે માસથી ગંદા પાણીનું વિતરણ કરાઇ રહ્યુ છે પણ બિચારા મંત્રી ની ફરીયાદ પણ સત્તાધિશો સાંભળતા નથી. લોકોમાં ભાજ્પ સામે અને ભાજપના નપાણીયારા મંત્રીઓ સામે ઉગ્ર રોષ ફેલાઈ રહ્યો છે.ઉંડ ડેમ માં પાણી ન હોવાને કારણે લોકોની હાલાકી વધી છે.

જસદણ શહેર અને તાલુકામાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની વિકટ સમસ્યા છે. પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળતું નથી. વીંછિયા ગામમાં ખુદ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ના વોર્ડ નંબર ૩  માં શિવાજીપરા વિસ્તારમાં બે મહિનાથી પીવાનું પાણી ગંદુ આવે છે. ગામ લોકો દ્વારા ગ્રામ પંચાયતના સરપંચને જાણ કરી હતી. પરંતુ ગંદા પાણીનો ઉકેલ હજી સુધી આવ્યો નથી.  આ  વિસ્તારના ગામ લોકોએ જણાવ્યું કે, ઉનાળામાં ૪૪ ડિગ્રી તાપમાનમાં ખુદ કેબિનેટ મંત્રીના વોર્ડમાં જ પીવાના પાણીના ધાંધિયા છે.