MLA ડો.આશાબેન પટેલે એકાએક મામલતદાર કચેરીની મુલાકાત લીધી અને પછી…….જાણો શુ થયું ?

0
655

મોર્નિંગ ન્યુઝ ફોકસ, વડનગર : ઊંઝા ના ધારાસભ્ય ડો.આશાબેન પટેલને મુખ્યમંત્રી સહિતના નેતાએ કાંઈ એમ જ સક્રિય ધારાસભ્ય નથી કહેતા. ડો.આશાબેન પટેલ જ્યારથી ધારાસભ્ય બન્યાં ત્યારથી એમની સક્રિયતા રાજકારણના વર્તુળમાં કેન્દ્ર બનીને ઉપસી રહી છે.લોકડાઉન જેવી વિકટ પરિસ્થિતિમાં પણ સતત પોતાના મતવિસ્તારની ચિંતા કરી વિકાસ કાર્યોને વેગ આપનાર સક્રિય ધારાસભ્ય ડો.આશાબેન પટેલે એકાએક પોતાના મતવિસ્તાર એવા વડાપ્રધાન મોદીજીના વતન વડનગરની મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને હોસ્પિટલની મુલાકાત લેતાં અધિકારીઓ સહિતના સ્ટાફ ને 440 વોલ્ટનો ઝટકો લાગ્યો હતો.

મળતી માહિતી મુજબ, ઊંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલે બે દિવસ અગાઉ એકાએક વડનગર ખાતે મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી તથા સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લેતા અધિકારીઓ સહિતનો સ્ટાફ સ્તબધ્ધ થઈ ગયો હતો.ડો.આશાબેને અધિકારીઓને લોકોના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા કડક સૂચના આપી હતી. આ ઉપરાંત સરકારની યોજનાઓ સાચા અર્થમાં લોકો સુધી પહોંચે અને લોકોને તેનો સાચા અર્થમાં લાભ મળી રહે એવી વ્યવસ્થા ગોઠવવા પણ જણાવ્યું હતું. જો કે ધારાસભ્યની આ ઓચિંતી મુલાકાતના કાર્યની આ વિસ્તારના લોકો પણ પ્રશંસા કરી રહ્યા છે.આમ આશાબેને આ મુલાકાત લઈ સાચા અર્થમાં તેઓ જાગૃત અને સક્રિય છે એ સાબિત કર્યું છે.