Editorial National Politics

મોદી સરકારને વધું ઍક ઝટકો, વધું ઍક સાથી પક્ષ NDA થી છેડો ફાડી મહાગઠબંધન માં જોડાવા તૈયાર

મો.ન્યુ.ફો.નેટવર્ક :   2019 ની લોક સભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ મોદી સરકાર ને ઍક પછી ઍક આંચકો મળતો જાય છે,તાજેતરમાં મોદી સરકારમાં પ્રધાનપદ સંભાળી રહેલા રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ એક નિવેદન આપીને  NDA થી છેડો ફાડવા ના સંકેતો આપી દીધાં છે.

મળતી માહીતી મુજબ શનિવારે લોક સમતા પાર્ટી દ્વારા પટનામાં આયોજિત બી.પી.મંડલની જયંતી કાર્યક્રમને સંબોધન કરતાં ઉપેન્દ્ર કુશવાહાએ સંકેત આપતાં કહી દીધું હતું કે યાદવોનું દૂધ અને કુશવાહોના ચોખા મળી જાય તો એક બહેતર ખીર તૈયાર થઈ શકે તેમ છે.અને સ્વાદિષ્ઠ વાનગીને બનતાં કોઈ રોકી શકે તેમ નથી. કુશવાહા ના નિવેદનને RJD વડા લાલુપ્રસાદ યાદવ સાથે સાંકળીને જોવામાં આવી રહ્યું છે. આરજેડીને જ યદુવંશીઓનો પક્ષ કહેવામાં આવે છે. યદુવંશી મહદઅંશે ગોપાલક છે અને કુશવાહા મહદઅંશે ખેતીવાડી કરે છે. કુશવાહાએ સંકેતોમાં કહી દીધું હતું કે લોકસમતા પાર્ટી અને આરજેડી હાથ મિલાવી દે તો બિહારમાં ભાજપ, JDU ગઠબંધનને હરાવી શકે છે.

અત્રે નોંધનીય છે કે NDAમાં નીતીશ કુમાર ની એન્ટ્રી બાદ કુશવાહા અને નીતીશકુમાર વચ્ચે તાલમેલ પણ નથી. ઉપેન્દ્ર કુશવાહા 2020 ની વિધાનસભા ચૂંટણીમાં બિહારના મુખ્યપ્રધાન પદના ઉમદેવાર બનવા માગે છે. મહાગઢબંધનમાં સામેલ થવા અંગેના કુશવાહાના નિવેદન મુદ્દે JDU એ કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે ઉપેન્દ્ર કુશવાહા દૂધ અને ચોખા મેળવીને કોઈ મીઠી વાનગી બનાવશે તો શુગરની બીમારી થવાની ભીતિ છે.