પૂર્વ સાંસદોને બંગલો ખાલી કરાવવા મોદી સરકારે કરી લાલ આંખ, જો ખાલી નહીં કરે તો મળશે આ સજા

0
38
Loading...

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : લોકસભાના 200થી વધુ પૂર્વ સાંસદોએ હજુ સુધી પોતાના સરકારી બંગલા ખાલી નથી કર્યા. આ પૂર્વ સાંસદોને 2014માં આ બંગલા આપવામાં આવ્યા હતા.’ આ કારણે નવા ચૂંટાયેલા સાંસદ અસ્થાયી નિવાસમાં રહે છે. જેને લઇ કેન્દ્ર સરકારે આ સાંસદો પાસે બંગલા ખાલી કરાવવા લાલ આંખ કરી છે.

Loading...

જો પૂર્વ સાંસદોએ નક્કી સમયની અંદર સરકારી આવાસ ખાલી ન કર્યા તો વીજળી, પાણી અને ગેસ કનેક્શન કટ કરી દેવામાં આવશે. લોકસભાની એક સમિતિએ આ આદેશ રજૂ કર્યો છે. સમિતિએ પૂર્વ સાંસદોને ઘર ખાલી કરવા માટે સાત દિવસનો સમય આપ્યો છે.સોમવારની બેઠકમાં નિર્ણય લેતી વખતે સમિતિના અધ્યક્ષ સીઆર પાટિલે કહ્યું કે, ત્રણ દિવસમાં પૂર્વ સાંસદોના સરકારી આવાસોના વીજળી, પાણી અને ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે.

તેમણે કહ્યું કે, કોઈપણ પૂર્વ સાંસદે એમ નથી કહ્યું કે, તે પોતાનો બંગલો ખાલી નહીં કરે. નિયમો અનુસાર, પૂર્વ સાંસદોને ગત લોકસભા ભંગ થયાના એક મહિનાની અંદર પોત-પોતાના બંગલા ખાલી કરવાના હોય છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેન્દ્રીય મંત્રીમંડળની ભલામણ પર 16મી લોકસભાને 25 મેના રોજ તાત્કાલિક પ્રભાવથી ભંગ કરી દીધી હતી.જો કે નૉર્થ એવેન્યૂમાં ડૂપ્લેક્સ ફ્લેટ્સનું ઉદઘાટન કરતા PM મોદીએ કહ્યું કે, લાંબા સમયથી સંસદ માટે નવા ભવન અથવા વર્તમાન ભવનને નવું રૂપ આપવાની માગ ઉપરાષ્ટ્રપતિ, લોકસભા સ્પીકર અને તમામ સાંસદો તરફથી કરવામાં આવી ચૂકી છે. PMએ કહ્યું કે, લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાના સભાપતિએ કહ્યું કે, જ્યારે દેશ 2022માં આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવશે, ત્યારે સંસદ ભવનનું સ્વરૂપ પણ બદલાવું જોઈએ.

Loading...