Editorial National Politics

મોદી સરકારને વધું ઍક ઝટકો, આ સાંસદે આપ્યું Bjp માંથી રાજીનામું

મો.ન્યુ.ફો.નેટવર્ક :  પશ્ચિમ બંગાળમાં ભાજ્પ ના જ ઍક સાંસદે ભાજ્પ માંથી રાજીનામું આપી દેતા એકવાર પુનઃ ભાજપને મોટો ઝટકો લાગ્યો છે . વરિષ્ઠ પત્રકાર અને રાજ્ય સભાના સાંસદ ચંદન મિત્રાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે.


મિત્રએ કબૂલ્યું હતું કે ‘મે રાજીનામું આપ્યું છે. પરંતુ હું ક્યા પક્ષમાં અને ક્યારે જોડાવાનો છું તે નક્કી કર્યું નથી. હું અત્યારે તેનો ખુલાસો નહીં કરું.’  જો કે ચંદન મિત્રાએ Bjp અધ્યક્ષ અમિત શાહને મંગળવારે પોતાનું રાજીનામું મોકલી દીધું હોવાનું મનાય છે.

મળતા અહેવાલો મુજબ,મિત્રા 21 જુલાઈના રોજ તૃણમૂલ કોંગ્રેસ માં જોડાઇ શકે છે. 1993માં ડાબેરી  શાસનકાળમાં પોલીસ ફાયરિંગમાં માર્યા ગયેલા 13 યુથ કોંગ્રેસ કાર્યકરોની યાદમાં ટીએમસી 21 જુલાઈ ને શહીદ દિવસ તરીકે મનાવશે ત્યારે  પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આ કાર્યક્રમમની આગેવાની કરશે અને ચંદન મિત્રા આ દિવસે ટીએમસીમાં જોડાય તેવી પ્રબળ શક્યતા છે.