Editorial National Politics

મોદી સરકાર તમને ઘરે બેઠાં આપશે 25 હજાર રૂપિયા,બસ કરવું પડશે આ કામ

મો.ન્યુ.ફો.નેટવર્ક : અવેરનેસ પ્રોગ્રામ ઓન ઇન્ડિયન ફોરેન પોલીસીની થીમ પર મોદી સરકારે નિબંધ પ્રતિયોગિતા આયોજીત કરી છે.જેમાં શાળાના બાળકોથી માંડીને 25 વર્ષની ઉંમર સુધીના યુવાનો ભાગ લઇ શકે છે. તેમાં જીત પર તમે 25 હજાર રૂપિયા સુધીનું ઇનામ પ્રાપ્ત કરી શકે છે.આ પ્રતિયોગિતાની બે શ્રેણીમાં વહેંચવામાં આવ્યા છે. પહેલી જૂનિયર લેવલ, જિમાં 15-18 વર્ષ સુધીનાં ટીનેજર હિસ્સો લઇ શકે છે. બીજા સીનિયર લેવલ જેમાં 18-25 વર્ષ સુધીનાં યુવાનોને સમાવેશ થાય છે.

જો કે જૂનિયર લેવલ પર હિસ્સો લેનારા બાળકોને ‘ ગ્લોબલ વોર્મિંગ ‘ વિષય પર નિબંધ લખવાનો છે. બીજી શ્રેણી એટલે કે સીનિયર લેવલ પર ‘ શું ભારતની વિદેશ નીતિ અમારા વિકાસ માટે મહત્વની છે ‘ વિષય પર નિબંધ લખવાનો રહેશે.જેમા જુનિયર લેવનાં વિજેતાને 15 હજાર રૂપિયાની ઇનામ મળશે. બીજા નંબર પર આવનારા લોકોને 10 હજાર અને ત્રીજા નંબર પર 5 હજાર રૂપિયા ઇનામ તરીકે આપવામાં આવશે. બીજી તરફ સીનિયર લેવલ પર જીતનારા વિજેતા 25 હજાર, બીજાને 15 હજાર અને ત્રીજાને 10 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

આ પ્રતિયોગિતામાં હિસ્સો લેવા માટે છેલ્લી તારીખ 31 જુલાઇ છે. ત્યાર બાદ આવેદન કરનારા લોકોનું આવેદન રદ્દ કરી દેવામાં આવશે. જો કે આ સમય દરમિયાન જ નિબંધ લખવા અંગે કામ ચાલુ કરવામાં આવી શકે છે. પ્રતિયોગિતામાં હિસ્સો લેતા પહેલા તેના નિયમો અને શરતો જરૂર વાંચી લો. નિયમો અને શરતો વાંચવા માટે Mygov.inનાં ક્રિએટીવ કોર્નરમાં જોઇ શકો છો.