Editorial National Politics

મોદી સરકારના આ નિર્ણયથી વાહન ચાલકો થઈ જશે ખુશ ખુશાલ, મળશે ટ્રાફિક દંડ માંથી મુક્તિ

 

મો.ન્યુ.ફો.નેટવર્ક : જો તમે રોડ પર તમારુ વાહન લઇને નીકળ્યા હોય અને ટ્રાફિક પોલીસ તમને રોકી તમારી પાસે ડ્રાઇવીંગ લાયસન્સ, આર.સી.બુક કે અન્ય જરુરી દસ્તાવેજ માંગે અને તમે ઘરે ભૂલી ગયા હોવ તો તમારે દંડ ચૂકવવો પડે છે.પણ હવે મોદી સરકાર જલદી મોટર વ્હીકલ નિયમોમાં ફેરફાર કરવા જઇ રહી છે. ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત મોટર વ્હીકલ એક્ટને પણ ડિજિટલાઇઝ્ડ કરવાની યોજના છે.

ડિજિટલાઇઝ્ડ અંતર્ગત હવે તમારે ડ્રાઇવિંગ લાયસન્સ, ગાડીનાં રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને ઇન્શ્યોરન્સ સાથે લઇને નહી ચાલવું પડે. આ બધું જ હવે તમારા મોબાઇલ માં રાખી શકશો.
મોટર વ્હીકલ નિયમમાં બદલાવ થયા બાદ ટ્રાફિક કંટ્રોલ્સ ગાડિયોનાં બધા જ દસ્તાવેજોનું ડિજિટલ વર્ઝન સ્વીકારશે. માર્ગ અને પરિવહન મંત્રાલય આ અનુસંધાનમાં એડવાઇઝરી બહુ જ જલદી જાહેર કરી શકે છે.

જો કે આ અંગે માર્ગ અને પરિવહન મંત્રાલય તરફથી આપવામાં આવેલા ડ્રાફ્ટ પ્રમાણે ખુલ્લા ટ્રકમાં કંસ્ટ્રક્શન મટેરિયલ જેમ કે રેતી, માટી અને સીમેન્ટને લઇ જવાની અનુમતિ નહી હોય. બંધ ટ્રકમાં જ કંસ્ટ્રક્શન મટેરિયલને લઇ જવું અનિવાર્ય હશે. ખુલ્લા ટ્રકમાં કંસ્ટ્રક્શન મટેરિયલ લઇ જવાથી પર્યાવરણને નુકશાન થાય છે, તો વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમનાં કારણે દરેક કૉમર્શિયલ વ્હીકલને ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવાની જરૂરિયાત નહી રહે.