Editorial National Politics Trending

2019ને લઈ મોદી સરકાર માટે ખુશ ખબર, આ રાજકીય પક્ષ મહા ગઠબંધનમાં નહીં જોડાય

મો.ન્યુ.ફો.નેટવર્ક : તાજેતરમાં  રાજ્યસભા માં ઉપસભાપતિ પદ ની8 ચૂંટણી યોજાઈ જેમાં ભાજપની જીત થઈ,જેથી કૉંગ્રેસ અને અન્ય પક્ષો ને હારનો સામનો કરવો પડ્યો, ત્યારે બીજી ઍક હકીકત એવી પણ સામે આવી છે કે,  રાહુલ ગાંધી એ રાજ્યસભા ઉપ સભાપતિ પદ પર વિપક્ષના ઉમેદવાર બીકે હરિપ્રસાદ માટે AAP પાસે સમર્થન માગ્યું ન હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, AAP એ મોટાભાગે પોતાને એનડીએ વિરુદ્ધ વિપક્ષની એકજૂથતાની સાથે બતાવવાનો પ્રયાસ કર્યો છે. કર્ણાટકમાં કુમારસ્વામીની શપથમાં કેજરીવાલની હાજરી અને પછી જંતર-મંતર પર તેજસ્વીના ધરણાને સમર્થન આપીને AAPએ એ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો કે તે કેન્દ્ર સરકારની સામે લડાઈમાં સાથે છે.પણ વારંવાર પ્રયત્ન છતા AAP ની નોંધ નહીં લેવાતા છેવટે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે હરિયાણામાં જાહેરાત કરી કે તેમની પાર્ટી 2019માં ભાજપની સામે મહાગઠબંધનનો ભાગ નથી

આમ,2019ની લોકસભા ચૂંટણી પહેલા હજુ સુધી મોદી સરકાર સામે મહાગઠબંધનનું સ્વરૂપ તૈયાર નથી થયું ત્યાંજ AAP ની આ મહા ગઠ બંધન થી દૂર રહેવાનો નિર્ણય કૉંગ્રેસ અને સાથી પક્ષો માટે મોટો આંચકો માની શકાય. બીજી બાજુ, આમ આદમી પાર્ટી દિલ્હીમાં સત્તામાં છે અને પંજાબમાં ગત વિધાનસભામાં એક નવી પાર્ટીની દ્રષ્ટિએ તેનું પ્રદર્શન સારું રહ્યું છે. એક સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે, શું અરવિંદ કેજરીવાલે પોતાની રાજકીય જમીન બચાવવા માટે આવી જાહેરાત કરી છે?

હકીકતમાં દિલ્હીમાં AAPનો મુકાબલો ભાજપ અને કોંગ્રેસ બંને સામે છે. એ જ રીતે પંજાબમાં તે કોંગ્રેસ અને અકાલી દળ+ભાજપ સામે ઊભી છે. લોકસભા ચૂંટણી હવે નજીક આવી ગઈ છે. દિલ્હીમાં લોકસભાની સાત બેઠકો છે અને પંજાબની 13 બેઠકોમાંથી 4 તેણે જીતી છે. AAPએ ગત દિવસોમાં વિપક્ષી એકતામાં પોતાનું સ્થાન બનાવવાના તમામ પ્રયાસો કર્યા, પરંતુ દર વખતે કોંગ્રેસ તરફથી રસ ન બતાવાયો. હવે, કેજરીવાલના આ નવા સ્ટેન્ડનું કારણ એ પણ હોઈ શકે છે કે કદાચ તેઓ પોતાના કોર વોટર્સને પોતાના જૂના એન્ટી કોંગ્રેસ અને એન્ટી ભાજપની યાદ અપાવી રહ્યા છે. એવું એટલા માટે પણ કે જેથી નવા કિલ્લા ભેદવાના ચક્કરમાં ગઢ જ હાથમાંથી નીકળી ન જાય.