Editorial Gujarat Politics

2019 પહેલાં ગુજરાતમાં પાટીદારોને મનાવવા શુ છે PM મોદી નો માસ્ટર પ્લાન ?

મો.ન્યુ.ફો.નેટવર્ક : લોકસભા ચૂંટણીને હવે 10 મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. બધા પક્ષો ચૂંટણીના મૂડમાં આવી ગયા છે.ત્યારે મોડી ના હોમ ટાઉન ગુજરાતમાં ભાજ્પ માટે કપરા ચઢાણ દેખાઈ રહયા છે,કરણ કે ગુજરાતમાં ભાજ્પ ની સૌથી મોટી વોટબેંક ગણાતા પાટીદારો ભાજ્પ થી નારાજ છે જેનો પરચો 2017 માં ભાજ્પ ને મળી ગયો છે,ત્યારે હવે પાટીદારો ને મનાવવા ખુદ PM મોદી જ મેદાને ઉતરશે ઍમ ચર્ચાઈ રહ્યુ છે.

હાલમાં કેવડીયામાં આકાર લઇ રહેલી વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા ( સ્ટેચ્યુ ઓફ યુનિટી) આકાર લઇ રહી છે,જેનું 31મી ઓકટોબરે PM મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે

ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી હતાં ત્યારે મોદીએ જ આ મહત્વાકાંક્ષી પ્રોજક્ટની શરૂઆત કરી હતી. મોદીએ સરદાર પટેલને મોટો ચૂંટણીલક્ષી મુદ્દો બનાવ્યા હતા અને કૉંગ્રેસ પર તેમની ઉપેક્ષા કરવાના આરોપ લગાવ્યા હતા.ત્યારે એકવાર પુનઃ મોદી આ મુદ્દા ને ગરમાવો પાટીદારો ને ભાજ્પ તરફ ખેંચવા પ્રયત્ન કરી શકે છે,આ ઉપરાંત ચર્ચાતી વિગતો મુજબ મોદી પાટીદારો સહીત સવર્ણો માટે કોઈ મોટી જાહેરાત કરે તો નવાઈ નહીં !