Editorial National Politics

મોદી સરકારના જ મંત્રીએ PM મોદી ના મહિલા સુરક્ષાના દાવાઓની ખોલી નાખી પોલ

મો.ન્યુ.ફો.નેટવર્ક : મહિલા સુરક્ષાને લઇ મોદી સરકાર દ્રારા મસ મોટા દાવાઓ કરાય છે,પણ મોદી સરકારના શાસનમાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે એની પોલ તો મોદી સરકારના જ આ મંત્રીએ રાજય સભામાં આપેલા આંકડાઓએ ખોલી નાખી છે.મોદી સરકારના જ શાસનમાં 2014 થી 2016 દરમ્યાન 1,10,333 બળાત્કારના કેસ નોંધાયા હોવાનું મોદી સરકારના યુનિયન મિનિસ્ટર કિરણ રિજિજુએ રાજ્યસભામાં સ્વિકાર્યું હતુ.

મળતી માહીતી મુજબ, બુધવારે રાજ્યસભામાં યુનિયન મિનિસ્ટર અને ભાજપના મંત્રી કિરણ રિજજુએ લેખિત પ્રશ્નનો જવાબમાં મહિલાઓની સ્થિતિ અંગેનો રિપોર્ટ રજૂ કરતા જણાવ્યું હતુ કે, વર્ષ 2014થી લઇને 2016 સુધીમાં સમગ્ર દેશમાં 1,10,333 રેપ કેસ નોંધાયા છે. રીજજુ ના જણાવ્યા મુજબ ત્રણેય વર્ષે એવરેજ 35 હજાર રેપ કેસ નોંધાયા છે.

 

રીજજુ એ રજૂ કરેલ અહેવાલ મુજબ,વર્ષ 2016માં 38,947 , વર્ષ 2015માં 34,651 જ્યારે વર્ષ 2014માં 36,735 રેપ કેસ નોંધાયા છે. રિજિજુએ રાજ્યસભામાં વધુમાં જણાવતા કહ્યું કે વર્ષ 2016માં મહિલાઓ વિરુદ્ધ ક્રાઇમના 3,38,954 કેસ નોંધાયા હતા. તો 2015માં 3,29,243, જ્યારે વર્ષ 2014માં 3,39,457 કેસ નોંધાયા હતા.

અત્રે નોંધનીય છે કે, વિશ્વમાં મહિલાઓની સ્થિતિ અંગે થોમસન રોયટર્સ ફાઉન્ડેશને ગ્લોબલ ઍક્સ્પર્ટ્સમાં કરેલ ખુલાસા મુજબ, વિશ્વમાં મહિલાઓ સાથે સૌથી વધુ જાતીય હિંસા ભારતમાં થાય છે.વળી, એટલું જ નહીં, ભારત મહિલા સુરક્ષા મામલે યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાન અને સીરિયાથી પણ પાછળ છે.