Editorial National

નિર્માણાધીન ઈમારત ધરાશાયી થતાં 20 થી વધું ઇજાગ્રસ્ત, 1 નું મૃત્યુ

મો.ન્યુ.ફો.નેટવર્ક : તામિલનાડુની રાજધાની ચેન્નાઈમાં શનિવારે એક નિર્માણાધીન ઈમારત તૂટી પડવાથી ઓછામાં ઓછા સત્તર લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં. જ્યારે ઍક મૃત દેહ મળ્યો હતો. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયાં છે.

ઇમારત તૂટી પાડવાની ઘટના ચેન્નાઈની કંદનચાવડી વિસ્તારમાં લગભગ સાંજે સાત વાગ્યાની આસપાસ બની હતી. આ સમયે મજુર નિર્માણ કાર્યમાં લાગેલાં હતાં. આ ઘટના પછી 23 મજૂરને બચાવી લેવામાં આવ્યાં છે. જેમાંથી પાંચ ગંભીર રીતે ઘાયલ થયાં હતાં.

ઘટનાની જાણ થતાં તરત જ આઠ એમ્બ્યુલન્સ અને ત્રણ ફાયરફાઈટર પણ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા હતા. સ્થાનિક લોકો પણ બચાવકાર્યમાં સાથ આપ્યો હતો. આ સાથે જ એસડીઆરએફ, એનડીઆરએફ અને સિક્યોરિટી ફોર્સની ટીમ પણ હાજર થઈ ગઇ હતી. હજુ એ જાણકારી નથી મળી કે આ ઘટના સમયે ત્યાં કેટલી સંખ્યામાં મજૂરો હાજર હતાં.