Bollywood Editorial National Personality Trending

ફિલ્મ ‘ ધડક ‘ ની અભિનેત્રી જાહ્નવી કપૂરે સલમાનખાન વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો

મો.ન્યુ.ફો.નેટવર્ક :  પોતાની દીકરીની ફિલ્મ રીલિઝ થાય એ પહેલાં જ આ દુનિયાને અલવિદા કહેનાર શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂરની ફિલ્મ ‘ધડક’ 20 જુલાઈના રોજ રીલિઝ થઈ ચૂકી છે. આ સાથે જ જાહ્નવીનું એક મોટું સપનું પણ પૂરું થઈ ચૂક્યું છે. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન જાહ્નવીએ ઘણાં ઈન્ટરવ્યુ પણ આપ્યાં હતાં. જેમાં તેણે અનેક વાતો શૅર કરી હતી.

ઍક ઈન્ટરવ્યુ દરમ્યાન જાહ્નવીએ સલમાન ખાન વિશે ઍક યાદગાર કિસ્સો કહ્યો ત્યારે જાહ્નવી શરમથી લાલ થઈ ગઈ હતી. જાહ્નવીએ જણાવ્યું હતું કે,’જ્યારે સલમાનખાન વોન્ટેડનું શૂટિંગ કરતો હતો ત્યારે એ ફિલ્મ મારા પિતા પ્રોડ્યૂસ કરતાં હતાં. હું મારા પિતા સાથે સેટ પર ગઈ હતી.’ આ દરમિયાન સલમાનને ફિલ્મના ડિરેક્ટર પ્રભુદેવા ડાન્સ સ્ટેપ્સ શીખવાડી રહ્યાં હતાં. જાહ્નવીએ પણ તે સ્ટેપ્સ શીખ્યાં અને એક ખૂણામાં જઈને ડાન્સ કરવા લાગી હતી. આ દરમિયાન સલમાન ચૂપચાપ જાહ્નવીની પાછળ ઉભો રહ્યો હતો. સલમાન ખાનને પણ યાદ છે.

વધુમાં  જાહ્નવીએ ઉમેર્યું કે,   જ્યારે સલમાન પાછળ ઉભો રહીને જાહ્નવીનો ડાન્સ જોતો હતો ત્યારે તેણે કહ્યું કે એકલી શા માટે ડાન્સ કરી રહી છો? દરેકની સામે ડાન્સ કર. આ પછી જાહ્નવીએ દરેકની સામે ડાન્સ સ્ટેપ્સ કર્યાં હતાં. ત્યારે જાહ્નવીની ઉંમર માત્ર 12 વર્ષની જ હતી. જાહ્નવીએ જણાવ્યું હતું કે આજે પણ તે ઘટનાને યાદ કરીને શરમાઈ જાય છે.

Featured