Gujarat Politics

નવજ્યોંત સિદ્ધુનો PM મોદી પર પ્રહાર : વિશ્વગુરુ બનવા નીકળ્યા હતા અને ચોકીદાર બની ગયા

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : વટામણમાં ખેડા લોકસભાના ઉમેદવાર બિમલ શાહના સમર્થનમાં યોજાયેલી જનસભામાં વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કોંગ્રેસના કેબિનેટ મંત્રી નવજોત સિદ્ધુએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ દેશની કોઈ સરુક્ષા કરી નથી તો પછી તેઓ શેના ચોકીદાર બની ગયા. તેમણે કહ્યું કે 2014માં ભારતને વિશ્વગુરૂ બનાવવા નીકળ્યા હતા અને બની ગયા ચોકીદાર આ તો પ્રગતિ નહીં અધોગતી છે.

સિદ્ધુએ વધુમાં કહ્યું, “લોકો જાણવા માંગે છે, માલ્યાને કોણે ભગાડ્યો હતો. ‘ શેના ચોકીદાર છો? શું સુરક્ષા કરી છે દેશની? વિશ્વગુરૂ બનવા નીકળ્યા હતા અને ચોકીદાર બની ગયા. હું ફકીર છું, હું કાર્યકર્તા છું, પ્રધાનમંત્રી છો કે નહીં એ તો કહો? ચીન સમુદ્ર નીચે રેલ લાઇન નાંખી રહ્યું છે અને ભારતમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે. તમે આ વિસ્તારને સાબરમતીનું શુદ્ધ પાણી આપી શક્યા નથી. લોકો જાણવા માંગે છે કે શા માટે તેમના ખેતરોમાં કાળુ પાણી આવી રહ્યું છે.

આ ઉપરાંત સિદ્ધુએ કહ્યું,“રાહુલ ગાંધી અંદરથી મીઠા અને બહારથી પણ મીઠા છે. આ એ જ રાહુલ ગાંધી છે જેમણે કહ્યું હતું કે ખેડૂતોના દેવા માફ કરીશ, ત્રણ રાજ્યોમાં સરકાર બની 2 કલાકમાં ખેડૂતોના દેવા માફ કર્યુ. આત્મહત્યા કરી રહ્યાં છે કિસાન, શેના બની બેઠા છો ચોકીદાર? દેશમાં છે ભ્રષ્ટાચાર, યુવાનોને છે 15 લાખનો ઇન્તેજાર છે, તમે શેના ચોકીદાર ? ”