નવનિયુક્ત મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખે ઉમિયા માતાજીના ચરણોમાં શિષ ઝુકાવ્યું : ધારાસભ્ય સહિત કાર્યકરોએ સ્વાગત કર્યું

0
1595
મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા :  મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યા બાદ જશુભાઈ પટેલે આજે તેમના પરિવાર સાથે ઊંઝાના બે પવિત્ર યાત્રાધામોમાં જઇ શિષ ઝુકાવી નતમસ્તક દર્શન કર્યા હતા.આ દરમ્યાન તેમની સાથે ઊંઝાના સક્રિય ધારાસભ્ય ડો. આશાબેન પટેલ, APMC ના ચેરમેન દિનેશભાઇ પટેલ સહિત સામાજીક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.                                               
                 નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ  જશુભાઈ પટેલે આજે ઐઠોર ગામે વિઘ્નહર્તા ગણપતિ દાદા ના દર્શન કરી ત્યાંથી ઊંઝા મુકામે પાટીદારોની કુળદેવી મા ઉમિયા ના દર્શન કર્યા હતા.ઊંઝા ખાતે જશુભાઈ પટેલનું ધારાસભ્ય ડો.આશાબેન પટેલ સહિત વિવિધ કાર્યકરોએ સ્વાગત કર્યું હતું.આ ઉપરાંત ઉમિયા માતાજી મંદિરના ટ્રસ્ટીઓએ પણ જશુભાઈ પટેલનું સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા.જશુભાઈ પટેલે ગણપતિ દાદા અને કુળદેવી ઉમિયા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.