Editorial Gujarat Politics

હાર્દિક પટેલ સામે નિશાન તાકતાં નીતિન પટેલે અનામત મુદ્દે આપ્યું મહત્વનું નિવેદન

મો.ન્યુ.ફો.નેટવર્ક : સાબર કાંઠા ના ખેડબ્રહ્મા ખાતે યોજાયેલ આદિવાસી દિનની ઊજવણી માં રાજ્યના નાયબ પ્રધાન નીતિન પટેલે અનામત ને લઇને મોટુ નિવેદન આપતાં એકવાર પુનઃ રાજકારણ ગરમાયુ છે,એકબાજુ પાટીદાર નેતા હાર્દિક પટેલે તેનાં આમરણાંત ઉપવાસ મુદ્દે રૂપાણી સરકારને ખુલ્લી ધમકી આપી છે,ત્યારે બીજી બાજુ નીતિન પટેલ ના આ નિવેદન થી હાર્દિક સહિતના પાટીદારો વધું ઉગ્ર બને તો નવાઈ નહીં !

ખેડબ્રહ્મા ખાતે યોજાયેલ આદિવાસી દિનની ઊજવણીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અનામત બાબતે કહ્યું કે, બધાને અનામત જોઇએ છે પરંતુ બંધારણ નક્કી છે તેમાં આદીવાસી સમાજ સહિત કોઇ પણ સમાજની ટકાવારીમાં કોઇ ફેર નહીં થાય.

વધુમાં નીતિન પટેલે જણાવ્યું હતુ કે, આદિવાસી સમાજે આજે પણ પોતાની સંસ્કૃતિને જાળવી રાખી છે. ભાજપ સરકાર આવી ત્યારથી આદિવાસી સમાજના યુવાનો ડોક્ટર એન્જિનીયર બની રહ્યા છે. હાલમાં 80,000ની ભરતી કરવામાં આવી છે . જેમાં 15 ટકા આદિવાસી યુવાનોને નોકરી મળી છે. અમે ખાલી ભાષણ કરતા નથી કહીએ તે કરીએ છીએ.

જો કે ખેડબ્રહ્માની આરડેકતા ઇન્સ્ટીટ્યુટ ખાતે વિશ્વ આદિવાસી દિનની ઊજવણી કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીનું આદિવાસી સમાજ દ્વારા તલવાર, તીરકામઠા, માટીના ઘોડા અાપીને પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યુ હતું તથા રમીલાબેન બારાએ નીતીનભાઇને રાખડી બાંધી સ્વાગત કર્યું હતુ.આ ઉપરાંત,નીતીન પટેલ દ્વારા રાજ્યના કિશોર અને કિશોરીઓમાં કુપોષણ દુર કરવાની માહિતી પુસ્તિકા કોફી ટેબલનું અનાવરણ કરવામાં આવ્યું હતું . ત્યારબાદ સરકાર દ્વારા વિવિધ યોજનાઓની માહિતીની સિડી દર્શાવવામાં આવી હતી.