Editorial Gujarat Politics

પરપ્રાંતીયો પર હુમલા પાછળ Dy.CM નીતિન પટેલ જવાબદાર છે : ઠાકોર સેના

મો.ન્યુ.ફો.નેટવર્ક : ગુજરાતમાં પરપ્રાંતીઓ પર થયેલા હુમલાને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ એકબીજા ઉપર સામ સામે આક્ષેપબાજી કરી રહ્યા છે.જોકે અગાઉ નીતિન પટેલે કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર પર જુદા જુદા આરોપ મૂક્યા હતા. ત્યારે હવે અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાએ પરપ્રાંતીઓ પર હુમલો કરવાને લઈને નીતિન પટેલ ઉપર સૌથી મોટો આક્ષેપ મૂક્યો છે, જેને લઈને ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં પરપ્રાંતીય ઉપર હુમલા થઈ રહ્યા છે, ત્યારે આ હુમલા પાછળ ઠાકોર સેના નો હાથ હોવાનો આક્ષેપ નીતિન પટેલે કર્યો હતો. ત્યારે સામે વળતો પ્રહાર કરતા ઠાકોર સેનાએ પરપ્રાંતિયો પર હુમલા મુદ્દે નીતિન પટેલને જવાબદાર ગણાવતા ગુજરાતના રાજકારણમાં હાહાકાર મચી ગયો છે. વળી ઠાકોર સેના એ આક્ષેપ કર્યો છે કે પરપ્રાંતીઓ પર સૌથી વધારે હુમલા નીતિન પટેલના મહેસાણામાં થયા છે, ત્યારે આની પાછળ નીતિન પટેલનો હાથ છે.

પરપ્રાંતીય વિરુદ્ધ આંદોલન ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સમર્થિત હોવાનો આરોપ લગાવતા ઠાકોર સેનાએ ડોમીસાઈલ સર્ટીફીકેટ  આંદોલન નો હવાલાનો પણ આરોપ લગાવ્યો છે.ત્યારે આવનાર સમયમાં આ મુદ્દે વધારે રાજકારણ ગરમાઈ શકે તેવા સંકેતો મળી રહ્યા છે જોકે ઠાકોર સેના ના આરોપોથી Dy.CM નીતિન પટેલની પ્રતિષ્ઠા દાવ પર લાગી ગઈ છે.

About the author

Editor

Featured