Editorial Gujarat National Politics

આર્થિક અનામત મુદ્દે ડે.મુખ્યમંત્રી નીતિન પટેલ નું વિવાદાસ્પદ નિવેદન, જાણી ને લાગશે આંચકો

મો.ન્યુ.ફો.નેટવર્ક : તાજેતરમાં આર્થિક આરક્ષણ મુદ્દે ગુજરાતમાં રાજનીતિ ગરમાઈ છે. એકબાજુ હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી આપી સરકારને ભીંસમાં મૂકવાની યોજના બનાવી રહ્યો છે,ત્યારે બીજી બાજુ મોદી સરકાર દ્રારા આર્થિક ધોરણે અનામત આપવાના અહેવાલો મીડિયા માં વહેતા થયાં હતાં.

જો કે કેન્દ્ર સરકાર દ્રારા આર્થિક અનામત મુદ્દે જાહેરાત થનાર છે એવા મીડિયા સવાલના જવાબમાં Dy.CM નીતિન પટેલે બધાને ચોંકાવી દીધાં છે,નીતિન પટેલે મીડિયાને જણાવ્યું કે કેન્દ્ર સરકારના આર્થિક અનામત અંગે ના નિર્ણય અંગે મને કશી જ જાણકારી નથી, પણ અમારી સરકારે તો આર્થિક અનામત અંગે બિલ અગાઉથી જ પસાર કરી દીધું છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ બિલ કોર્ટે માન્ય રાખેલ નથી.

તો બીજી બાજુ હાર્દિક પટેલનું આર્થિક આરક્ષણ મુદ્દે નિવેદન સામે આવ્યું છે કે હાર્દિક જો અમને આર્થિક ધોરણે પણ અનામત આપવામાં આવશે તો પણ હું આંદોલન બંધ કરી દઈશ. 15થી 18 ટકા આર્થિક અનામતના નામે લોલીપોપ સાબિત ન થવી જોઈએ. આર્થિક દ્રષ્ટિએ બધા જ સમાજને અનામત વિચારણાને સમર્થન મળવું જોઈએ.