EDUCATION Gujarat

વડોદરામાં નીટની પરીક્ષા મુદ્દે સત્તાધીશો અને વિદ્યાર્થીઓ વચ્ચે શા માટે સર્જાયું દંગલ? જાણો હકીકત

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : વડોદરા શહેરમાં યોજાયેલ નીટની પરીક્ષામાં રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે વડોદરા ખાતે આવ્યા હતા. આ દરમિયાન કલાલી ખાતે આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ પાસે આધાર કાર્ડ ન હોવાથી શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો નહોતો. અને પરીક્ષાના 5 મિનીટ પહેલાં જ સ્કૂલનો ગેટ બંધ કરી દીધો હતો.

પ્રાપ્ત માહીતી મુજબ, વડોદરા શહેરની ડીપીએસ સ્કૂલ ખાતે યોજાયેલ નીટની પરીક્ષા દરમ્યાન 10 વિદ્યાર્થીઓ પાસે આધાર કાર્ડ ન હોવાથી પ્રવેશ ન આપતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. જોકે વાલીઓએ મોબાઇલમાં આધાર કાર્ડ મંગાવી આપતા છેવટે મામલો થાળે પડ્યો હતો. અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. અને વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા હતા.

આ સમયે વાલીઓએ હોબાળો મચાવી દીધો હતો. અને મહામહેનતે આધાર કાર્ડની વ્યવસ્થા કરીને દરવાજો ખોલાવીને વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાયો હતો. જોકે સ્કૂલ સંચાલકોના વર્તન સામે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.