ઓલ્ડ ઇઝ ગોલ્ડ : Dy.CM નીતિન પટેલે ભલે ‘નારણકાકા’ થી દૂરી બનાવી પણ પાટીલે ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા

0
1582
મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા) :  સી આર પાટીલ ની યાત્રા ગઈકાલે ઊંઝા ખાતે આવી પહોંચી હતી. ઊંઝા એપીએમસી ખાતે યોજાયેલ પાટીલના સન્માન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ જોડાયા હતા. અને ઊર્જા મંત્રી સૌરભ પટેલ પણ સામેલ થયા હતા. ત્યારબાદ એપીએમસીથી પાટીલ યાત્રા સીધી ઉમિયા ધામ મંદિર ખાતે પહોંચી હતી જ્યાં પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એવા નારણકાકા તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ સી.આર.પાટીલના સ્વાગત માટે રાહ જોઇને ઊભા હતા ત્યારે પાટીલે નારણકાકા ની મુલાકાત કરી હતી તેમને વંદન કર્યા હતા અને ખબર અંતર પૂછ્યા હતા.
ત્યારબાદ ઉમિયા માતાના દર્શન કરીને પાટીલની 96 કિલો ચાંદી વડે રજત તુલા કરાઇ હતી. જેમાં 51 કિલો ચાંદી ઉમિયા માતા મંદિરને અર્પણ કરવામાં આવ્યું હતું. ઉમિયા માતા મંદિરના સભાખંડમાં પણ સી આર પાટીલ નો સન્માન કાર્યક્રમ યોજાયો હતો ત્યારે ડાયસ પર પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એવા નારણકાકા અને નાયબ મુખ્યમંત્રી સી.આર.પાટીલ પણ બિરાજમાન હતા. જ્યાં નારણકાકા અગાઉથી જ ડાયસ પર બેસેલા હતા ત્યારે નારણકાકા ની બાજુમાં બેસવાને બદલે નીતિન પટેલે દૂર સ્થાન લીધું હતું જ્યારે ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને ગોરધનભાઈ ઝડફિયા છેક સુધી કાકા સાથે રહ્યા હતા. જો કે નીતિન પટેલે કાકા થી દૂરી ભલે રાખી પણ બીજી બાજુ સીઆર પાટીલે નારાયણ કાકાના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા હતા. એટલું જ નહીં પરંતુ તેમણે એમ પણ કહ્યું હતું કે નારણકાકા તો અમારા જૂના નેતા છે એમને કેમ ભુલાય ?