Gujarat

એક બાજુ પાણી પાણી ના પોકાર,તો બીજી બાજુ ઊંઝા મામલતદાર કચેરીમાં પાણીનો વેડફાટ, જુઓ વિડીયો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ઉનાળાની શરૂઆતમાં જ ઠેર ઠેર પાણીના પોકારો શરૂ થયા છે. કોઈને પીવા પાણી નથી મળતું, તો કોઈ લોકો પાણી ના અભાવે સ્નાન પણ નથી કરી શકતા, ઢોરઢાંખર ભૂખે મરે છે, રોજ માટલા યુદ્ધ ખેલાય છે, પાણીના ટેન્કરો ના કાળા બજાર થઈ રહ્યા છે, ત્યારે મહેસાણા ના ઊંઝા માં આવેલી મામલતદાર કચેરીમાં બેરોકટોક પાણીનો વેડફાટ થઇ રહ્યો છે.

ઊંઝા મામલતદાર કચેરીની પાછળના ભાગમાં આવેલી પાણીની પાઇપ છેલ્લા ઘણા સમયથી તૂટી ગઈ છે. જ્યારે પાણી ચાલુ થાય છે ત્યારે પાઈપ માંથી સીધું પાણી બહાર આવે છે અને રસ્તા ઉપર રેલાતું હોય છે. આ મામલતદાર ઓફિસ ની બિલકુલ સામે ની જ ઘટના છે છતાં પણ ઊંઝા મામલતદારને આ દેખાતું નથી. એક બાજુ લોકો પાણી માટે ટળવળી રહ્યા છે, તો બીજી બાજુ પાણીનો વ્યય થાય છે જે કેટલે અંશે યોગ્ય છે?

About the author

Editor