International News Social Media News

48મા માળ પર બનાવ્યો હતો સ્વીમિંગ પુલ, ભૂકંપ આવતા કેવા થયા હાલ? જુઓ વિડીયો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ભૂકંપના આંચકાઓએ ફિલિપાઇન્સને હચમચાવી દીધું છે. ભૂકંપના ઝટકાઓની સૌથી વધારે અસર મનાલીની એક હાઇરાઇઝ બિલ્ડિંગમાં જોવા મળી હતી. ભૂકંપના ઝટકાઓને કારણે બિલ્ડિંગના 48માં માળ પર બનેલા સ્વીમિંગ પુલનું પાણી ઉપરથી નીચે પડવા લાગ્યું હતું. આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.


લોકો પોતાના ઘરની બહાર નીકળી રહ્યા હતા ત્યારે જ ઉપરથી પાણીને પડતું જોઈને અફરા તફરી મચી ગઈ હતી. આ વીડિયોને અત્યાર સુધી નવ લાખથી વધારે વખત જોવામાં આવી ચુક્યો છે.નોંધનીય છે કે ફિલિપાઇન્સના ઉત્તર ભાગમાં 6.1ની તીવ્રતાના આ ભૂકંપના આંચકાના કારણે 16 લોકોનાં મોત થઈ ગયા છે. ભૂકંપનું કેન્દ્ર પૂર્વિય સમાર પ્રાંતના સાન જૂલિયન નગરની પાસે બતાવવામાં આવી રહ્યું છે. ભૂકંપનો ઝટકો એટલો તીવ્ર હતો કે અહીંની અનેક બિલ્ડિંગોમાં તીરાડો પડી ગઈ હતી.